સૌરાષ્ટ્રમાં પણ દિનપ્રતિદિન બાળાત્કાર ના બનાવો વધી ગયા છે અને મોટાભાગના કિસ્સાઓ માં ગેંગરેપ નીજ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જણાઈ રહ્યુ છે કે ગુનેગારો ને કાયદા અને આપણા લોકતંત્ર નો સહેજ પણ ડર રહયો નથી ,જેતપુર તરફ રહેતી યુવતીને કેટરીંગ નું કામ આપવાના બહાને બોલાવી રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી તેને એક ફ્લેટમાં લઇ જઇ ત્રણ નરાધમો એ યુવતી પર ગેંગરેપ કર્યો હોવાની ઘટના પ્રકાશ માં આવી છે.
જેતપુર નજીક ના ગામમાં રહેતી અને કેટરીંગનું કામ કરતી 35 વર્ષની યુવતીએ ફરિયાદમાં આરોપી તરીકે નટુ નામના શખ્સ અને તેના બે મિત્રના નામ આપ્યા હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કેટરિંગનું કામ કરે છે, થોડા દિવસ પૂર્વે કામ પર હતી ત્યારે નટુ નામના શખ્સે પોતે પણ કેટરીંગનું કામ કરે છે અને સાથે કામ કરશું તેવી વાત કરી હતી, નટુના કહેવાથી રવિવારે સવારે યુવતી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી હતી ત્યારે નટુ ત્યાં સ્કૂટર લઇને આવ્યો હતો અને એક ફ્લેટ પર યુવતીને લઇ ગયો હતો, જ્યાં નટુએ ફોન કરતા બે શખ્સ ધસી આવ્યા હતા અને ત્રણેયે યુવતી સાથે અડપલાં શરૂ કર્યા હતા, યુવતીએ પ્રતિકાર કરતાં મારકૂટ કરી ત્રણેયે યુવતી પર સામુહિક બળાત્કાર કર્યો હતો પરિણામે યુવતી અર્ધ બેભાન થઈ હાથ જોડતા તેનો માંડ છુટકારો થયો હતો.
સામૂહિક દુષ્કર્મથી અર્ધમૂર્છિત જેવી થઇ ગયેલી યુવતીએ હાથ જોડી છોડી દેવા વિનંતી કરતાં ત્રણેયે જવા દીધી હતી. યુવતી રીક્ષામાં બેસી હોસ્પિટલ ચોક સુધી પહોંચી હતી અને ત્યાંથી તેની બહેનપણી ને ફોન કરતા તે પણ ત્યાં દોડી ગઇ હતી. અને 181 ને જાણ કરતા કાઉન્સેલર પિન્કીબેન ભટ્ટી, કોન્સ્ટેબલ નયનાબેન દવે અને પાઇલટ વિશાલભાઇ પહોંચી ગયા હતા અને યુવતીને મહિલા પોલીસમથકે લઇ જવામાં આવી હતી.
યુવતીને ફ્લેટમાં બંધક બનાવી નટુ સહિત ત્રણ શખ્સે બળજબરી શરૂ કરી હતી, લાજ બચાવવા માટે યુવતીએ પ્રતિકાર કરતા નરાધમો એ લાફા અને લાતો મારતાઝપાઝપીમાં યુવતીને ગળા અને હાથના ભાગે નખના ઉજરડા ના નિશાન જણાઈ આવ્યા હતા પોલીસે આરોપીઓ ને ઝબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
