સુપ્રીમ કોર્ટે આરોપી પવનની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીદી પણ ભલે ફગાવી દીધી હોય, પરંતુ તેની પાસે હજુ પણ એક વિકલ્પ બાકી છે. જેનાથી તે ફરીથી એક વખત પોતાની ફાંસીની સજા ટાળી શકે છે. જો પવન ગુપ્તા પોતાની દયા અરજી દાખલ કરશે, તો એવામાં તેની ફાંસી ફરીથી એક વખત ટળી શકે છે.
કોર્ટમાં પહેલા જ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, ચારે આરોપીઓને એક સાથે ફાંસી થશે. આ ઉપરાંત નિયમ છે કે, જો રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી મૂકવામાં આવી હોય અને તે રદ્દ થઈ જાય, તો તેના 14 દિવસ બાદ જ ફાંસી શક્ય બને છે.
જણાવી દઈએ કે, ચારેય આરોપીઓના ડેથ વૉરન્ટ ત્રણ વખત ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. ત્રીજુ ડેથ વૉરન્ટ 17 ફેબ્રુઆરીએ ઈસ્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં કોર્ટે જણાવ્યુ હતું કે, 3 માર્ચ સવારે 6 વાગ્યે ચારેય આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે. આ માટે જેલ વહીવટી તંત્રને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.
બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ભયાના ચારેય આરોપીઓને અલગ-અલગ ફાંસી આપવાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર 5 માર્ચ સુધી સુનાવણી ટાળવામાં આવી છે. જેનો સીધો અર્થ છે કે, જો દયાની અરજીને પગલે ફાંસી ટળી, તો 3 માર્ચે એક પણ ગુનેગારને ફાંસીના માંચડે નહી લટકાવવામાં આવે.