નિર્ભયા કેસના ચારો આરોપીઓની ફાંસી ફરી એક વખત રદ કરી દેવામાં આવી છે. પવન ગુપ્તાના વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પેન્ડિંગ છે, આવી સ્થિતિમાં ફાંસી અપાઈ શકતી નથી. જેના પર કોર્ટે ફાસી રદ્દ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.
જોકે, રાષ્ટ્રપતિએ પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પવનની ક્યૂરેટિવ પિટીશન રદ્દ કરી હતી. પવને આ પિટીશનમાં તેની ફાંસીને આજીવન કેદમાં બદલવાની માંગ કરી હતી. હવે નિર્ભયાના ચારો આરોપીઓના બધા કાયદાકિય વિકલ્પ ખતમ થઈ ગયા છ
નિર્ભયા કેસમાં ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટે યોગ્ય માની અને ચુકાદો યથાવત રાખ્યો. સુપ્રી કોર્ટના ચુકાદા વિરૂદ્ધ ચારેય આરોપીઓએ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવાનો વિકલ્પ હવે સમાપ્ત થઈ ગયો છે. ત્રણ આરોપીઓની દયાની અરજી પણ ફગાવાઈ ચૂકી છે. હવે માત્રે એક આરોપી પવનની અરજી પર સુનાવણી હાલ પેન્ડિંગ છે. આથી ફાંસીની સજાને હાલ અમલમાં ના લાવી શકાય. દયાની અરજી ફગાવાયા બાદ પણ ગુનેગારોને 14 દિવસ સુધી ફાંસીના માચડે લટકાવી શકાતા નથી. આ રીતે જોઈએ તો, ગુનેગારોને ફાંસીના માંચડા સુધી પહોંચાડવા વચ્ચે હવે માત્ર પવનની અરજી વચ્ચે આવી રહી છે. આ દયાની અરજી ફગાવાયાના 14 દિવસ બાદ આરોપીઓને ફાંસીના માંચડે લટકતા કોઈ નહીં બચાવી શકે.