દુનિયાનો દરેક દેશ આજે કોરોના નામથી ફફડી રહ્યોછે. ઘણા બધા દેશો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. શેર બજાર થી માંડી ણે ટ્રાવેલ્સ અને બીજા ઘણા સેક્ટરમાં કોરોના વાયરસ ને કારણે હાલ મંદીનું મોજું છવાઈ ગયું છે. ટુરીઝમ પર નભતા દેશોમાં અત્યારે કર્ફ્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના પોઝીટીવ કેસ મળી આવતા ગુજરાત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ મામલે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર સતર્ક હોવાનું જણાવ્યું છે.
કોરોના વાયરસને લઇને નીતિન પટેલે કહ્યું કે હાલમાં ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ નથી. આ સાથે અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરોનું ખાસ ધ્યાન રખાશે. રાજ્યના સુરત અને અમદાવાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ સુરત એરપોર્ટ ખાતે શારજહાંથી આવેલી ફલાઇટના મુસાફરોનું સ્ક્રિનિંગ કરાયું હતું. આ સાથે અગમચેતીના ભાગ રૂપે અમદાવાદ-બેંગકોંકની ફલાઇટ 29 માર્ચ સુધી રદ્દ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં આઇસોલેશન વોર્ડ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.VV