આજે વહેલી સવારથી આ વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આ પરિવર્તન આવ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા તેમજ પોરબંદરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ છે.
અમદાવાદ સહિત ઘણા રાજયોમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. હવામાન ખાતાએ ઘણા રાજયોમાં કમોસમી વરસાદની પણ આગાહી આપી છે. જો કે શહેરમાં વહેલી સવારે ધુમ્મસ વાળુ વાતાવરણ જોવા મળ્યું હતું, આ ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહનચાલકોને મુશ્કેલી મુકાયા છે. આ સિવાય કમોસમી વરસાદની ભીતિએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.