કોરોનાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. અમરેલી જિલ્લામાં મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી 144ની કલમ લાગુ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા અને આગામી તહેવારોને અને ખાસ કરીને કોરોના વાઇરસને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે 144 કલમ લાગુ કરવાના કારણે જિલ્લામાં માર્ગ કે મેદાનમાં 5 કે 5થી વધુ વ્યક્તિ એકઠા થઇ શકશે નહીં. આ જાહેરનામું 5 માર્ચથી લઇને થી 31 માર્ચ સુધી લાગુ કરવામાં આવ્યું છે.
