વાગરા તાલુકાના સાયખા ગામ પાસે જય કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકતા અફરાતફરી મચી ગઈ છે. ભારે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાને લઈ લોકોમાં ભારે ભય પણ જોવા મળ્યો હતો જેથી લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી જેથી કાફલો ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં આજ રોજ સવારે કેમિકલ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગ લાગતા જ તમામ કર્મીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. ધીમે ધીમે આ આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યો હતો. જેથી લોકોએ આ ઘટનાની જાણ ફાયરને કરતા કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પાણીને મારો મારી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.