સુરતની TikTok સ્ટાર કીર્તી પટેલ આજકાલ ઘણા વિવાદમાં જોવા મળી રહી છે.. તાંજેતરમાં કિર્તી પટેલે ઘુવડ સાથે વીડિયો બનાવ્યો હતો જેથી ઘણો વિવાદ પણ થયો હતો અને પુણાગામ પોલીસે તેણીની એક જીવલેણ હુમલામાં પણ ધરપકડ કરી હતી. ત્યાર બાદ ફરી એક વિવાદ ઉભો થયો છે જેમાં મોટા વરાછામાં સ્થિતિ નિશા ચોલાડીયાએ બ્લેકમેલ કર્યાનો આરોપ લગાવ્યો છે અને નિશાએ અમરોલી પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે.
કીર્તી પટેલ જે TikTok બનાવી અને સોશિયલ મીડિયામં વીડિયો બનાવી ફેમસ થઈ ગઈ છે. પોતાના ફોલોવર્સ વધારવા માટે તેણે તાજેતરમાં જ એક ઘુવડ સાથે વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો લોકોએ ઘણો સારો એવો લાઈક પણ કર્યો હતો પરતું વન વિભાગે તે વીડિયોને લઈ કાર્યવાહી પણ હાથ ધરી હતી. ત્યારે બીજા વિવાદમાં પુણાગામ પોલીસે એક જીવલેણ હુમલામાં કીર્તીની ધરપકડ પણ કરી હતી જેથી તે તાજેતરમાં જ બહાર આવી હતી. બહાર આવવાના થોડાક જ દિવસોમાં કીર્તી સામે બીજો એક વિવાદ સામે આવ્યો છે જેમાં તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, મોટા વરાછામાં રહેતી એક મહિલાએ તેના પર થયેલ બ્લેકમેલને લઈ પોલીસ અને કીર્તી પર આરોપ લગાવ્યો છે અને જણાવ્યું હતું કે, પોલીસ કીર્તી સામે કોઈ કાર્યવાહી કરતી નથી કેમ કે તે સ્ટાર છે જેથી તેની સામે સામાન્ય કલમ લગાવી છોડી મુકે છે.