ભારતમાં અત્યાર સુધી કેટલાક લોકોમાં કોરોના વાયરસ પૉઝિટિવ આવ્યો છે, જેમણે ડૉક્ટર્સની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. આ વચ્ચે ઓરિસ્સાના કટકમાં એક કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી સારવાર દરમિયાન હોસ્પિટલથી નાસી ગયો છે. આ કેસ ગુરુવાર રાતનો છે. કહેવામાં આવી રહ્યુ છે કે, આયરિશ નાગરિક ભુવનેશ્વરના બીજૂ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો હતો.
એરપોર્ટ પર કોરોના વાયરસને લઈને ચાલી રહેલી ચેકિંગ દરમિયાન આયરિશ નાગરિકનો બોડી ટેમ્પરેચર વધેલો હતો. ત્યાર બાદ તેને કટકના SCB મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં તેને કોરોના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. આ વચ્ચે હોસ્પિટલ સ્ટાફ અન્ય દર્દીની સારસંભાળમાં લાગી ગયા હતા. જ્યારે ડોક્ટરોએ આયરિશ નાગરિકની તપાસ માટે સ્ટાફને તેને બોલાવવાનું જણાવ્યુ તો, તે રૂમમાં નહતો. એક દર્દીએ જણાવ્યુ કે, આયરિશ નાગરિક હોસ્પિટલમાંથી નાસી ગયો.