ઉનાળા પહેલા ફરી એક વખત હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ઉનાળાના પ્રારંભે રાજ્યમાં હવામાન પલટાતાં વરસાદી માહોલ જોવા મળ્યો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. અને આવતીકાલે પણ કેટલાક પંથકોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. જોકે ત્યારબાદ હવામાન સામાન્ય થઈ જશે. અને તાપમાનમાં વધારો થશે. તો આ વર્ષે ઉનાળો આકરો બની રહેશે.
