કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવશે. કોંગ્રેસ દ્વારા સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદેશ યાત્રાના આયોજનના પ્રથમ દિવસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજરી આપી શકે છે. ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ તેમની ગુજરાત મુલાકતે આવ્યા હતા. વધુમાં ઉલ્લેખનીય છે કે આગામી ૨૪ માર્ચના રોજ ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પણ આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીના નેતૃત્વમાં દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. જેની સ્મૃતિમાં દર વર્ષે દરેક રાજકીય પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.