કલાકોની સતત પૂછપરછ બાદ રવિવારની વહેલી સવારે ED એ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી છે. મુંબઈ સ્થિત ED કાર્યાલયમાં શનિવારે મોડી રાત સુધી તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. અગાઉ યસ બેંક કેસમાં ED તરફથી બેંકના પૂર્વ પ્રમોટર અને સંસ્થાપક રાણા કપૂરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
રાણા કપૂરને રવિવારની વહેલી સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પૂર્વ CBI CFO પ્રશાંત કુમારને યસ બેંકના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે. યસ બેંકની સમગ્ર દેશમાં 1000થી વધુ બ્રાન્ચો અને 1800થી વધુ ATM છે.
EDએ શનિવારે વર્લીમાં રાણા કપૂરના સમુદ્ર મહલ આવાસ પર પોતાની તપાસ યથાવત રાખી હતી. ED એ વાતની તપાસ કરી રહ્યું છે કે, શું યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને તેમની પુત્રીઓએ ડમી કંપની અર્બન વેન્ચર્સના કૌભાંડીઓ પાસેથી 600 કરોડ રુપિયા મળ્યા હતા. ભ્રષ્ટાચારમાં લિપ્ત DHFLએ બેંક દ્વારા આપવામાં આવેલા 4450 કરોડ રુપિયા માટે આ કંપનીને રુપિયા આપ્યા હતા. જેની તપાસ કરવામાં આવી રહી હતી. ED અધિકારીઓએ જણાવ્યું કે, યસ બેંકે DHFLને 3750 કરોડ રુપિયાની લોન અને DHFL દ્વારા નિયંત્રિત RKW ડેવલોપર્સને 750 કરોડ રુપિયાની લોન આપી હતી.