28 ફેબ્રુઆરી સન 1909ના રોજ પ્રથમવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો તેમા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી ,એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડા મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી. છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી અને તેમનુ સાંભળનારુ કોઈ નહોતુ. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા હતા પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી.
બીજી બાજુ રૂસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ફેબ્રુઆરી મહિનના અંતમાં 1913ના રોજ ઉજવાયો હતો. આ મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી હતી આ સાથે જ યૂરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો હતોઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ત્યારે વૈશ્વિક સ્તર પર માન્યતા મળી જ્યારે સન 1975માં પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો હતો
સન 2011માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિના ના રૂપમાં માન્યતા આપી હતી ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ હતી.
ભારતમાં મહિલા દિવસને લઈને સરકારી અને બિનસરકારી સ્તર પર અનેક કાર્યક્રમોનુ આયોજન થાય છે.
આમ, વર્ષો પહેલા મહિલાઓ ને માત્ર ઘરમાં પુરાઈ રહી માત્ર અન્યાય સહન કરવાની જે જૂની પરંપરા હતી તે તોડી મહિલાઓ એ પોતાનું વિશ્વસ્તરે યોગદાન સાબિત કર્યું છે અને દરેક ક્ષેત્ર માં આગળ છે અને અવકાશ ક્ષેત્ર , રાજકારણ , કોર્પોરેટ જગત માં દરેક જગ્યાએ પોતાની સિદ્ધિઓ હાંસલ કરી છે આમ આ દિવસ ને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની માન્યતા પ્રાપ્ત થઈ છે.