દુનિયામાં કોરોનાગ્રસ્ત દેશોની સંખ્યા 85થી વધીને 94 થઈ ગઈ છે. દુનિયાના વાઇરસ સંક્રમિત લોકોનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે. કોરોનાથી મૃતકોની સંખ્યા પણ 3,491 થઈ ગઈ છે.
ડબલ્યુએચઓના હેલ્થ ઈમર્જન્સી પ્રોગ્રામના કાર્યકારી નિર્દેશક માઈકલ રિયાને કહ્યું કે, હાલ ગરમીમાં કોરોના વાઇરસ ખતમ થઈ જશે તેવા કોઈ સંકેતો નથી મળી રહ્યા. અમારા અંદાજ મુજબ આ વાઇરસ સતત ફેલાતો રહેશે. બીજીબાજુ કોરોનાના ભયથી ઈજિપ્તના દક્ષિણ શહેર લક્સરના કિનારે એક ક્રૂઝ પર ભારતીયો સહિત 150 પ્રવાસીઓ ફસાયા છે. દરમિયાન અમેરિકાએ તેની જેલોમાં પણ એલર્ટ કરી દીધી છે.