ગુજરાતમાંથી દેશમાં ગાંધી સંદેશ ફેલાવવા અમદાવાદથી દાંડી સુધીની ગાંધી સંદેશ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 માર્ચે ગાંધીઆશ્રમથી આ યાત્રા શરૂ કરવામાં આવશે અને જેમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જોડાશે. જયારે આ યાત્રા બાદ તેઓ અસલાલી સુધી પદ યાત્રા કરશે અને અસલાલીના કાર્યકરના ઘરે રાત પણ રોકાશે. જેથી તેમના સ્વાગત માટે કોંગ્રેસ તડામાર તૈયારીઓ કરી રહી છે અને શહેરના 11 સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.
આગામી 12 માર્ચે કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ ગાંધી યાત્રામાં જોડાવવાના હોવાથી કોંગ્રસ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ યાત્રાનું પ્રસ્થાન રાહુલ ગાંધીના દ્વારા કરવામાં આવશે. જયારે આ યાત્રામાં તેમની સાથે અશોક ગેહલોત પણ જોડાશે. કોંગ્રેસ શાસિત રાજ્ય મધ્યપ્રદેશ,છત્તીસગઢ ઉપરાંત અન્ય રાજ્યના એક મુખ્યમંત્રી ઉપરાંત પૂર્વ કેન્દ્રીય નેતાઓ જોડાશે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં જોડાશે.