દેશભરમાં જયારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવામાં આવે છે પણ આ ગામમાં ઉજવણી નથી થતી. હોળીના તહેવાર આ ગામ માટે ઘણું એવું ખતરનાક સાબીત થતો આવ્યો છે. આ ગામના રહેવાસીઓનું માનવું છે કે, જયારે પણ આ ગામમાં હોળીની પુજા કરવામાં આવી છે ત્યારે ગામમાં આગ લાગે છે અને ઘણા મકાનો બળીને ખાખ થઈ જતા હોય છે. આ રામેશ્વર ગામમાં ભગવાન શ્રીરામે અહીં આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી
રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે. આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ. આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા. આ દુર્ઘટના પછી હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે