શનિ-રવી અને સાથે સોમ-મંગલ હોળી ધુલેટીની રજા હોવાને કારણે મીની વેકેશન જેવું વાતાવરણ સર્જાયું હતું.. ત્યારે લોકો નજીક સ્થળો પર સહ પરિવાર પીકનીક જતા જોવા મળે છે. પરંતુ સુરતમાં આ મજા કેટલાક પરિવારો માટે સજા બની છે. અહીં એક આવેલા ઈકો ટુરિઝમ પાર્કમાં તળાવ પરનો બ્રિજ તૂટી પડતા 25થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના માંડવી તાલુકાના જેતપુર-કેવડી ગામ ખાતે ઈકો ટુરિઝમ પાર્ક આવેલો છે. રજાના દિવસોમાં સુરત અને જિલ્લાના લોકો ફરવા માટે જતા હોય છે. હાલ હોળીની રજાઓના લઈને મોટી સંખ્યામાં લોકો ઈકો પાર્કમાં ઉમટી પડ્યા હતા. ઈકો પાર્કમાં જંગલની વચ્ચે નદીને પાર કરવા માટે એક 25થી 30 ફૂટ ઉંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે આજે અચાનક તૂટી પડ્યો હતો. જેથી 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
તમામ ઈજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 જેટલા ગંભીર ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.