હાલમાં જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી હતી જેમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો હતો ત્યારે આજરોજ જામનગર પંથકમાં વહેલી સવારે વરસાદ પડતા ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત નિષ્ફળ જઈ રહી છે
રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાવવાની સાથે અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા તારીખ 11 અને 12મી તારીખે કમોસમી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેથી આજે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જામનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રેલમછેલ થઈ ગઈ હતી.
ત્યારે આ સિવાય અરવલ્લીમાં પણ સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના માલપુર, મેઘરજ સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વાતાવરણ જોતા કમોસમી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગની વરસાદની શક્યતાને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.