દેશમાં કોરોનાના કહેરને પગલે સરકાર સતર્ક થઈ ગઈ છે ત્યારે રાજકોટમાં કોરોનાના ભય વચ્ચે એક સ્વાઈન ફ્લૂનો કેસ સામે આવતા તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે.
રાજકોટના શાપર ગામમાં રહેતા બાળકનો સ્વાઇન ફલૂ રિપોર્ટ પોઝિટીવ આવતા હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બાળકનું 3 વર્ષથી હૃદયનું ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લું ઓપરેશન કરતા પહેલા તાવ આવ્યો હતો. જેથી આપરેશન અટકાવી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકને સ્વાઈન ફ્લૂ હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, દુનિયાના ઘણા દેશોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને આ વાયરસના કારણે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તાજેતરમાં જ ભારતના કેરળમાં કોરોના વાયરસના નવા 8 કેસો સામે આવતા તમામ સ્કુલો અને સિનેમા ઘરો બંધ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.