ભારત માં કોરોના ના 73 કેસ નોંધાયા બાદ સરકારે આ વાત ને ગંભીરતા થી લીધી છે, અને તે માટે પગલાં ભરવાનું શરૂ કર્યું છે, હાલ વકરી રહેલા કોરોના વાઇરસની અસર રેલવે વિભાગમાં જોવા મળી રહી છે.
કોરોનાના પગલે વેસ્ટર્ન ઝોનના 70 હજારથી 80 હજાર કર્મચારીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિ ના બદલે મસ્ટરવથી એટલે કે મેન્યુઅલી લેવાનુ નક્કી કર્યું છે. કોરોના વાઇરસના કારણે વેસ્ટર્ન ઝોનમાં આવતા મુંબઇ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ સહિતના ડિવિઝનમાં કર્મચારીઓની હવે બાયોમેટ્રિકની જગ્યાએ મસ્ટરમાં (મેન્યુઅલી) હાજરી ભરવાનું નક્કી કરાયું છે.
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી જે.જી.માહુરકરે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી રજૂઆત કરી છે કે કોરોના વાઇરસના કારણે બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી લેવાનું ટાળી હાજરી પત્રકમાં હાજરી પૂરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવે. હાજરી પૂરવા માટે કર્મચારીઓના અંગૂઠા એક મશીન પર મૂકવામાં આવતા હોવાથી કોરોના ફેલાવાની ભીતિ છે. જે.જી.માહુરકરની રજૂઆતને ધ્યાનમાં રાખી વેસ્ટર્ન રેલવેના 70 હજારથી 80 હજાર કર્મચારીઓની હવેથી મસ્ટરમાં હાજરી લેવાશે.આ અંગે રેલવે વિભાગે સમગ્ર દેશમાં આ કાર્યપદ્ધતિથી કામગીરી કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે,આમ કોરોના ઇફેક્ટ ને લઈ રેલવે માં સુરક્ષા અર્થે પગલાં લેવાયા છે.
