દોષી કુલદીપ સિંહ સેંગરને પીડિતાના પિતાના મોતના કેસમાં કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સિંગ સેંગર સહિંત 7 આરોપીઓને 10 વર્ષની જેલની સજા સાથે-સાથે 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આનાથી પહેલા 3 માર્ચે કુલદીપ સિંહ સેંગરને આપરાધિક ષડયંત્ર (120B) હેઠળ દોષીત ઠેર્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે, કુલદીપનો હત્યા કરવાનો ઈરાદા નહતો પરંતુ પીડિતાના પિતાને ખુબ જ ખરાબ રીતે માર મારવામાં આવી.
આ મામલામાં ટ્રાયલ કોર્ટે પોલીસ કોન્સ્ટેબલ અમીર ખાનને છોડી મૂક્યો હતો. આ મામલામાં કુલદીપ સિંહ સેંગર સહિંત 11 આરોપીઓ હતા. તેમાંથી 4ને છોડી મૂકવામાં આવ્યા હતા. જ્યારે 7ને કોર્ટે પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલ મોતના દોષી માન્યા હતા. કોર્ટે પોતાના આદેશમાં એચએચઓ અશોક ભદોરિયા અને સબ ઈન્સ્પેક્ટર કેપી સિંહને પણ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
નિર્ણય સંભળાવતા જજે કહ્યું કે, તે તેમના જીવનનો સૌથી પડકારપૂર્ણ ટ્રાયલ રહ્યું. જજે સીબીઆઈના વખાણ કર્યા. જજે તે પણ કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં પીડિતાના પિતાને ખુબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.