સહારાનું રણ દુન્યાનું સૌથી ગરમ સ્થળ છે. આજ થી લગભગ 5 થી 10 હજાર વર્ષ પેહલા આ સ્થળ હાર્યું-ભર્યું હતું. આજના પ્રમાણમાં એ ટીમે 10 ઘણો વરસાદ પડતો હતો. આ નિષ્કર્ષ એક નવા અધ્યયન માં બહાર આવી છે. સહારમાં એ વખતે શિકારીઓ રહેતા હતા. આ શિકારીઓ પોતાનું ગુજરાન ચલાવવામાટે ત્યાંના જાનવરોનો શીકાર કરતા હતા.
આ શોધ માં વૈજ્ઞાનિકો એ લગભગ પાછલા 6000 વર્ષો ના તારણ પર નજર કરી છે જેમાં તે સમય દરમિયાન થયેલા વરસાદ અને સમુદ્ર ની સપાટી નું પણ અનુમાન લગાવ્યું છે. યુનિવર્સિટી ઓફ એરિજોના ની જેસિકા આ શોધ માં મુખ્ય કિરદારમાં હતી. એમને કહ્યું કે, આજની તુલના માં સહારામાં 10 ગણું હરિયાળું હતું. હમણાં સહારામાં આશરે 4 થી 6 ઇંચ વરસાદ થાય છે. આના પેહલાની શોધ માં ગ્રીન સહારા કાળ નો ઉલ્લેખ થયો છે. પરંતુ આ પેહલી વાર જયારે અહીંયા પાછલા 25000 વર્ષમાં થયેલ વરસાદ નો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
પુરાતત્વીય પુરાવા ના હિસાબે માનવો અહીંયા ગ્રીન યુગ માં રહેતા હતા. પછી 1000 થી 8000 વર્ષ પેહલા માનવો અહીંયા થી જતા રહ્યા હતા. બીજી બધી શોડ દરમ્યાન ખબર પડી છે કે સહારા વધારે સૂકું પાડવા લાગ્યું. જેસિકા એ કહ્યું કે આ 1000 વર્ષ ના સમય ગાળા દરમ્યાન માનવોને આ જગ્યા છોડવી પડી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે એ 1000 વર્ષ પછી જે લોકો અહીંયા પાછા રહેવા આવ્યા એ પેહલા કરતા અલગ હતા. પહેલાના માનવો શિકારી હતા ત્યારે પાછા ફરીને આવેલા માનવો પશુ પાલકો હતા. આ હજાર વર્ષના સૂકા કાળ માં આપળે 2 અલગ-અલગ સંસ્કૃતિઓ જોવા મળી. અમારી પાસે જે તારણ છે એ લોકોના વ્યવશાય અને જીવન શૈલી પર આવેલા બદલાવ ના કારણે આબોહવા બદલાયી હોય એવું લાગે છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.