કોરોના વાયરસના વધતા જતા આતંકને લઈને સરકાર એલર્ટ બની છે. 31 માર્ચ સુધી વર્કશોપ અને સેમિનાર મોકુફ રાખવામાં આવ્ા છે. જો કે હાલ ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝેટીવ કેસ નોંધાયો નથી.
કોરોના વાયરસના રોગચાળા સામે ગુજરાત સરકાર સજ્જ બની છે અને આગામી 31મી માર્ચ સુધી સરકારી કચેરી અને સરકારી સંસ્થાઓમાં યોજાતાં વર્કશોપ સેમિનાર મોકૂફ રાખ્યા છે તેમજ રાજ્યભરની જનતાને મેળાવડા અને જાહેર સમારંભ થી દૂર રહેવા અપીલ કરાઈ છે.