કોરોના વાઈરસથી બચવા માટે વોસ્ટર્ન રેલવેએ અહમ નિર્ણય લીધી છે. કોચ એટેન્ડન્ટ ટ્રેનમાં હવે રેલવે મુસાફરોને બ્લેન્કેટ આપશે નહીં. કોરોના વાઈરસના કારણે સાવચેતી રાખતા વેસ્ટર્ન રેલવેએ માહિતી આપતા કહ્યું કે, AC ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે હવે પોતાના બ્લેન્કેટ સાથે રાખવા.
વેસ્ટર્ન રેલવે પીઆરઓએ કહ્યું કે, કોરોના વાઈરસના ખતરાને ધ્યાનમાં લઈને વેસ્ટર્ન રેલવેએ AC બોગીમાંથી બ્લેન્કેટ અને પડદા હટાવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, દરેક સફર બાદ બ્લેન્કેટ ધોવામાં આવી શકતા નથી, એટલા માટે મુસાફરોએ પોતાના બ્લેન્કેટ સાથે લઈને આવવા.
આહેલા પણ ઈસ્ટ કોસ્ટ રેલવેએ પણ ટ્રેનો માથી બ્લેન્કેટ હટાવવાનો આદેશ આપ્યો હતો. ઈસ્ટ કોસ્ટ રેલવેના પીઆરઓ જેપી મિશ્રા અનુસાર, ઈસ્ટ કોસ્ટ રેલવે કોરોના વાઈરસના ખતરાને ધ્યાનમાં રાખતા AC ટાયર 1,2 અને 3 ટ્રેનના ડબ્બાઓમાં બ્લેન્કેટ હટાવવાનો આદેશ આપ્યો હતો.