કોરોના વાઈરસને કારણે સંભવિત સ્થિતી પૂર્વે જ બજારમાં માસ્ક અને સેનેટાઈઝરસના લેવામાં આવી રહેવા વધુ ભાવના પગલે સરકાર હવે આવા વેપારીઓની સામે પગલા લેશે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને આજે મળેલી બેઠકમાં સરકારે માસ્ક અને સેનેટાઇઝરસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કર્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેથી તેનો સંગ્રહ, નિર્ધારિત કરતા વધુ ભાવે વેચાણ કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ પણ કરી હતી.
વેપારીઓએ આ અંગેનો સ્ટોક જાહેર કરવો પડશે. બીજી તરફ વડોદરા શહેર-જિલ્લામાં અઢાર વેપારીઓની સામે પગલા ભરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે કોરોના વિષયક વ્યાપક અને સંકલિત તકેદારી તમામ સ્તરે લેવાયએ માટે મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ એસ.એસ.જી, જમનાબાઈ હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓ અને આઇ.એમ.એ.ના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સરકારની સૂચનાઓ અને જાહેરનામાની જાણકારી આપવાની સાથે વ્યાપક અને સંકલિત તકેદારીના પગલાંની ચર્ચા વિચારણા કરી હતી.