સઉદી અરબથી હાલમાં જ ભારત આવેલા 71 વર્ષીય વૃદ્ધ અને કોરોના વાયરસના શંકાસ્પદ દરદીનું મહારાષ્ટ્રમાં બુલઢાણા જિલ્લામાં મોત થયું છે. રાજ્યના સ્વાસ્થ વિભાગ મુજબ બ્લડપ્રેશરની ફરિયાદ થતા દરદીને ખાનગી હોસ્પિલમાં દાખલ કરાયા હતા પરંતુ શનિવારે સવારે દરદીમાં કોરોના વાયરસ ચેપના લક્ષણો જાવા મળતા જિલ્લાની જનરસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા.
માહિતી મુજબ મૃતકના સેમ્પલ લેબમાં તપાસ હેઠળ છે. શંકાસ્પદ દરદીની મોત પછી તેના રિપોર્ટ માટે રાહ જોવામાં આવી રહી છે. જોકે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા હોવાના કારણે રાજ્યની ઠાકરે સરકારે તમામ સરકારી, બિન સરકારી શાળાઓને 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા હતા.
આ પહેલા દિલ્હીમાં પણ એક મહિલાએ શુક્રવારે દમ તોડ્યો હતો. તેની ઉંમર 69 વર્ષની હતી અને કોરોનાની ઝપેટમાં હતી. કર્ણાટકમાં ચાર દિવસ પહેલા 76 વર્ષીય વૃદ્ધનું મોત કોરોના વાયરસના ચેપથી થયું હતું. જે કોરોના વાયરસથી ભારતમાં મરનાર પહેલો કેસ હતો. મહારાષ્ટ્રના નાગપુરમાં અન્ય એક વ્યક્તિ કોરોનાથી ચેપી હોવાની ખાતરી થતા રાજ્યભરમાં કોરોના વાયરસના કેસ વધીને 20 થયા છે.
મહારાષ્ટ્રના કુલ 20 કેસો પૈકી પુણેમાં 10, મુંબઇમાં 4, અહેમદનગર અને થાનેમાં એક-એક કેસ સામે આવી ચૂક્યો છે.