સુરત માં અડ્ડા ચાલુ કરાવવા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ માં ખૂદ પોલીસ ની જ ભૂમિકા ના અહેવાલો બહાર આવતાજ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ જ શંકા ના ઘેરા માં આવી ગયું છે , પીસીબી ના હેડ કોન્સ્ટેબલ શિમ્પી અને તેમના સાગરીતો જે રીતે રૂપિયા 50,000 લેતા રંગેહાથ ઝડપાયા છે તે જોતા આવા ગોરખધંધા ની સંખ્યા ઘણી મોટી હોય શકે છે અને પૈસા લઈને ગેરકાયદે ધંધા કરવાની પરમિશન કેટલા ને મળી હશે તે પણ તપાસ નો વિષય છે , સત્યડે અખબાર અને સત્યડે ડોટકોમ માં આ મેટર છપાતા લોકો માં હવે આ બાબત જાણવા ઉત્સુકતા છવાઈ છે અને અમો રોજ અપડેટ આપતા રહીશું , સત્યડે અખબાર માં છપાયેલી આ મેટર વાંચવા કોપી ખૂટી પડી હતી.
