ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 123 કેસો પોઝીટિવ કેસો સામે આવ્યા છે. આ દરમિયાન ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય તેમજ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાથી રાજ્યના વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સાસણ-ગીર અભયારણ્ય અને દેવળિયા ગીર સિંહદર્શન 17 માર્ચથી 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ સહિત રાજ્યના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ આગામી 17 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત જૂનાગઢનો સક્કરબાગ, કેવડીયાનો સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, દેવળીયા સફારી પાર્ક તેમજ આંબરડી સફારી પાર્ક પણ તાત્કાલિક પ્રભાવથી બંધ રહેશે.