નિર્ભયા કેસમાં આરોપી મુકેશની ફાંસીથી બચવાની છેલ્લી ચાલ પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આરોપીને ઝટકો આપતા કહ્યુ કે ક્યુરેટિવ અરજી અને માફી અરજી દાખલ કરવાની તક નહીં મળે.
જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે આરોપી મુકેશની અરજી ફગાવી દીધી છે. આરોપીએ અરજીમાં આરોપ લગાવ્યા હતા કે, તેના પૂર્વ વકીલે તેની પર દબાણ કરી ક્યુરેટિવ અરજી દાખલ કરાવી હતી. આરોપી મુકેશે કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે તેને ફરીવાર ક્યુરેટિવ અરજી અને માફી અરજી દાખલ કરવાની તક આપે, પરંતુ કોર્ટે તેની અરજીને ફગાવતા તેની માંગ નકારી હતી.
હવે નિર્ભયા કેસમાં તમામ આરોપીઓને 20 માર્ચની સવારે 5.30 વાગે ફાંસી થાય એવી શક્યતાઓ રહેલી છે.