ગુજરાત સરકાર પણ કોરોના પ્રત્યે સજાગ બની છે. શાળા કોલેજો સહિત તમામ સૈક્ષણિક સંકુલ અને અન્માંય જાહેર સ્થળો જેવા કે મોલ્સ અને થીયેટર વિગેરે ને ફરજીયાત ૨૯ માર્ચ સુધી બંધ કરવા આદેશ જાહેર કાર્ય છે. ત્યારે સરકારના વિવિધ એકમો પણ કોરોના વાયરસ પ્રત્યે જાગૃત બન્યા છે. અને સાવચેતી કેળવી રહ્યા છે. જેમાં GSRTC તંત્ર પણ એક છે.
આખરે મોડે-મોડે પણ રાજ્યનું એસટી વિભાગનું તંત્ર જાગ્યું અને બસોની સાફસફાઈ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ એસટી સ્ટેન્ડ ખાતે કોરોના જાગૃતિ અંગે તેમજ સાફ સફાઈનો સામાન્ય રીતે અભાવ જોવા મળતો હોય છે. તો હાલમાં પણ કોરોના કહેર વચ્ચે એસટી બસ કે જેમાં રોજે રોજ લાખો મુસાફરો અવાર જવર કરતા હોય છે તેના ડ્રાઈવર અને કન્ડકટર ન તો સર્જીકલ માસ્ક પહેરે છે કે ન તો તેઓ સૅનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે આ બસોમાં મુસાફરોને જાગૃત કરવા માટે પણ કોઈ એડવાઈઝરી મુકવામાં આવી નથી.