સુરત માં ચાલતા દારૂ , જુગાર ના અડ્ડા ના હપ્તા નું ઉઘરાણું કરવા માટે પંકાયેલા પોલીસ કોસ્ટબલ ચેતન શિમ્પી અગાઉ સચિન સહિત ના પોલીસ મથક માં વહીવટ ગિરી કરતો હતો,સુરત શહેર ના જુદાજુદા પોલીસ મથક માં ચાલતા ઉઘરાણા નો હવાલો પોતાની પાસે રાખનાર ચેતન શિમ્પી આખરે ACB ના છટકા માં ફિટ થઈ જતા તેના કરતૂતો નો ભાંડાફોડ થયો છે. તેના પંટરો માં પ્રમોદ ઠાકુર એક રીક્ષા ચાલક છે અને લગભગ તેજ શિમ્પી ના મોટા મોટા ઉઘરાણા કરતો હોવાનું કહેવાય છે સાથે જ રાવત નું કામ પણ ઉઘરાણા કરવાનું છે અને સુરત માં દારૂ , જુગાર ના અડ્ડા ચાલુ કરવા અને તેને પરમિશન અપાવવા જેવી બાબતો માં આ પંટરો વચેરીયા ની ભૂમિકા નિભાવતા હોવાનું કહેવાય છે ત્યારે હપ્તા ની આંતરિક લડાઈ માં કેશીયરો પોલીસબેડામાં ચર્ચા નો વિષય બન્યા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
