સુરત શહેરના ઉન વિસ્તારમાં આંકડા તથા સટ્ટાનો ધંઘો કરવા માટે રૂ. 50,000 ના વ્યવહાર કરવા જતાં ભેરવાયેલા પોલીસ કર્મી ચેતન સિમ્પી અને તેના બન્ને પંટરો મામલે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે કોઇ ફોડ પાડતા નથી અને હપ્તા ની શરમજનક વાસ્તવિકતા બહાર આવવા છતાંપણ કોઈ કઈ બોલવા તૈયાર નથી , ખરેખર તો આખા ડીપાર્ટમેન્ટ ઉપર જ્યારે માછલાં ધોવાતા હોય ત્યારે થોડી ચોખવટ કરી આ મામલે તપાસ ની વાત કરવી જોઈએ તેવું લોકો નું કહેવું છે.
સુરત માં ગેરકાયદે પ્રતિબંધિત પ્રવૃતિઓ બંધ કરવાની જવાબદારી જે લોકો ના માથે નાખી પ્રજા વિશ્વાસ કરે છે તે કાયદા ના રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પોલીસ ની કામગીરી ઉપર થી લોકો ને વિશ્વાસ ઉઠી જાય છે કારણ કે પૈસા આપીને કોઈપણ આરોપી આસાનીથી બે નંબર ના ધંધા કરી શકે છે તે વાત આ કેશિયરે સાબિત કરી બતાવી છે પોલીસખાતા માંથી પ્રોટેક્શન મેળવી હપ્તા આપી કઈ કેટલાય ધંધા કાર્યરત હોવાનું કહેવાય છે અને કેશીયરો બધો વહીવટ ગોઠવી આપતા હોવાનું પણ ચર્ચા ના એરણ પર છે ત્યારે કેશીયરો ની કથિત આંતરિક લડાઈ ક્યાં જઈને અટકશે તેતો સમય જ કહેશે.
