સુરતના પાલનપુરમાં પ્લાસ્ટિકના સેલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. દુકાનમાં આગ લાગતા સમગ્ર માલ બળીને ખાખ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.દુકાનમાંથી એસિડ અને ફીનાઇલ જેવા કેમિકલ મળી આવ્યા હતા. થોડા દિવસ અગાઉ સુરતના પીપોદરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આગની ઘટના બની હતી. બાયો ઓઇલના સમગ્ર કરતા ગોડાઉનમાં આગની ઘટના બની હતી. એકા એક લાગેલ આગને પગલે સમગ્ર ગોડાઉનમાં પ્રસરી હતી.
જો કે આગને પગલે ગોડાઉનમાં કામ કરતા બે કર્મચારીઓ દાજી ગયા હતા. આગમાં દાજી ગયેલ બંને કર્મચારી 108 મારફતે નજીક ની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.