આજે સમુદ્રમાં ભારતની શક્તિનું પ્રદર્શન: જાણો શું છે ‘ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ’ અને કેમ છે આટલું ખાસ?

3 Min Read

સમુદ્રમાં ભારતની શક્તિનું પ્રદર્શન: વિશાખાપટ્ટનમમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનો પ્રારંભ, 18 દેશોના યુદ્ધજહાજો વચ્ચે રાષ્ટ્રપતિ કરશે સમીક્ષા

ભારતીય નૌકાદળના ઇતિહાસમાં આજે 18 ફેબ્રુઆરી, 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ કિનારે ભારત અત્યાર સુધીના સૌથી મોટા ‘ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ’ (IFR)નું યજમાન બન્યું છે. આ ભવ્ય સમારોહમાં વિશ્વના 18 જેટલા મિત્ર દેશોના 19 યુદ્ધજહાજો ભારતની સૈન્ય તાકાત અને વૈશ્વિક સમુદ્રી સહયોગના સાક્ષી બનવા પહોંચ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે સવારે નૌકાદળના આ કાફલાની સમીક્ષા કરી આંતરરાષ્ટ્રીય ભાગીદારીનો સંદેશ આપશે.

‘United Through Oceans’: મહાસાગરો દ્વારા એકતાનો સંદેશ

આ વખતના ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુની થીમ ‘United Through Oceans’ એટલે કે ‘મહાસાગરો દ્વારા એકતા’ રાખવામાં આવી છે. આ કાર્યક્રમ માત્ર સૈન્ય પ્રદર્શન નથી, પરંતુ સમુદ્રી સુરક્ષા અને પરસ્પર વિશ્વાસ વધારવા માટેનું એક મોટું પ્લેટફોર્મ છે. ભારત અગાઉ 2001માં મુંબઈ અને 2016માં વિશાખાપટ્ટનમમાં આ પ્રકારનું આયોજન કરી ચૂક્યું છે, પરંતુ 2026નો આ રિવ્યુ કદ અને સહભાગી દેશોની દ્રષ્ટિએ સૌથી મોટો માનવામાં આવે છે.

- Advertisement -

dropadi muemue.jpg

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે સમીક્ષા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે વિશાખાપટ્ટનમના એન્કરેજ એરિયામાં એકત્ર થયેલા નૌકાદળના જહાજોની મુલાકાત લેશે. આ સમીક્ષા માટે તેઓ સ્વદેશી બનાવટના પેટ્રોલ વેસલ INS સુમેધા પર સવાર થઈ ‘પ્રેસિડેન્શિયલ યૉટ’ તરીકે તેનું નેતૃત્વ કરશે. આ દરમિયાન ભારતીય નૌકાદળ અને વિદેશી નૌકાદળના જહાજો તેમને સલામી આપશે.

- Advertisement -

આકર્ષણના મુખ્ય કેન્દ્રો

આ રિવ્યુમાં માત્ર સ્થિર જહાજો જ નહીં, પરંતુ સમુદ્રમાં હલચલ મચાવતા આધુનિક શસ્ત્રોનું પણ પ્રદર્શન થશે:

  • સ્ટીમ પાસ્ટ: યુદ્ધજહાજો અને સબમરીન દ્વારા ગતિશીલ પ્રદર્શન કરવામાં આવશે.
  • ફ્લાયપાસ્ટ: નૌકાદળના વિમાન અને હેલિકોપ્ટરો દ્વારા આકાશમાં અદભૂત કરતબો બતાવવામાં આવશે.
  • મરીન કમાન્ડો પ્રદર્શન: માર્કોસ (MARCOS) કમાન્ડો દ્વારા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન તેમજ દુશ્મનોને પછાડવાના દ્રશ્યો રજૂ કરાશે.
  • સેલિંગ વેસલ પરેડ: પરંપરાગત સઢવાળા જહાજોની સુંદર પરેડ જોવા મળશે.

કયા દેશોએ નોંધાવી હાજરી?

ભારતના આ મહાકુંભમાં વિશ્વના ખૂણેખૂણેથી 18 દેશોએ પોતાના પ્રતિનિધિઓ અને જહાજો મોકલ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), દક્ષિણ આફ્રિકા, વિયેતનામ, ઓમાન, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેશેલ્સ, માલદીવ, મ્યાનમાર, મલેશિયા અને દક્ષિણ કોરિયાની નૌસેના પણ આ શક્તિ પ્રદર્શનમાં જોડાઈ છે.

- Advertisement -
Share This Article