Banaskantha: દાડમ દાદાએ 8 વર્ષમાં સર્જી દીધો વિક્રમ, 10 કરોડ દાડમના વૃક્ષોનું કર્યું વાવેતર
Banaskantha 2017 સુધીમાં 3 કરોડ અને હવે 2025 સુધીમાં મળીને કુલ 10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા તૈયાર કરવામાં પ્રેરણા આપી હોય કે માર્ગદર્શન અને મદદ કરવાનો વિક્રમ છે.
તેઓ દાડમ દાદા તરીકે જાણીતા પદ્મશ્રી ગેનાજી દરગાજી પટેલ 9925557177 બનાસકાંઠાના લાખણી તાલુકાના સરાકીર ગોળિયા ગામના ખેડૂત છે.
Banaskantha બનાસકાંઠામાં તેમણે દાડમની ખેતીની શરૂઆત કરી હતી. ત્યારથી દાડમ પેદા કરવામાં બનાસકાંઠા સૌથી આગળ રહેતો હતો. હવે બનાસકાંઠા કરતા કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દાડમ પેદા કરવામાં આગળ નીકળી ગયા છે.
રાજસ્થાનમાં 6.50 કરોડ દાડમના ઝાડ છે. છોડ રોપવામાં ગેનાભાઈ પટેએ ઘણી મદદ કરી છે. જાલોર, બાડમેર, જોધપુર અને જેસલમેર વિસ્તારમાં દાડમના બગીચા હવે બની ગયા છે. ઉપરાંત મધ્ય પ્રદેશ , ઉત્તર પ્રદેશમાં શિબિર કરીને માર્ગદર્શન કરેલા છે.
ગુજરાતમાં 43 હજાર 526 હેક્ટરમાં 6 લાખ 30 હજાર ટન દાડમ પેદા થાય છે. ખેડૂતો હેક્ટર દીઠ 14.50 ટન માલ પેદા કરતા થયા છે.
કચ્છ સુરેન્દ્રનગર હળવદ મોરબીમાં ઘણા બગીચા બની ગયા છે.બનાસકાંઠામાં વાવ થરાદ લાખણી દિયોદરમાં દાડમ થાય છે. તે વિસ્તાર હવે નાનો થઈ ગયો છે.
2023-24માં બનાસકાંઠામાં 12 હજાર 227 હેક્ટરમાં દાડમના બગીચા છે અને તેમાં 2 લાખ ટન દાડમ પેદા થતું હોવાનો અંદાજ કૃષિ વિભાગના અધિકારીએ બતાવ્યો હતો.
કચ્છમાં દાડમના બગીચા આખા ગુજરાતમાં સૌથી વધારે છે. જ્યાં 20 હજાર હેક્ટરમાં બગીચા છે અને 2 લાખ 80 હજાર ટન માલ ખેડૂતો પેદા કરતા થયા છે.
મોરબીમાં 4515 હેક્ટરમાં 63 હજાર ટન અને સુરેન્દ્રનગરમાં 1800 હેકટરમાં 18 હજાર ટન દાડમ ખેડૂતો પેદા કરી રહ્યાં છે.
ગેનાભાઈ કહે છે કે, એકંદરે રૂ. 80થી 125 એક કિલોના ખેડૂતને ઘરે બેઠા ભાવ મળે છે.
ફુલ ખરી જવા અને મર રોગ બળી જાય છે, પ્લેગ રોગથી ખેડૂતો પરેશાન છે. જેમાં 30 ટકા નુકસાન ઉત્પાદનમાં થઈ રહ્યું છે. જો આ રોગ ન આવે તો હેક્ટર દીઠ 20 ટન માલ પેદા ખેડૂતો કરી શકે તેમ છે.
દાડમ પાકીને તૈયાર થયા હોય ત્યારે જ બરાબર પ્લેગ આવે છે. પાકીને તૈયાર થાય અને 15 દિવસ પહેલાં ફળ પર પ્લેગ આવે છે. પ્લેગ આવે તો 50 ટકા દાડમ નકામા બની જાય છે. અઠવાડિયામાં દાડમ સડી જાય છે. વૃદ્ધ થાય તેમ વધારે પ્લેગ આવે છે. વળી ફળ મીઠા થવા લાગતા જ પ્લેગ આવી પડે છે. જેનાથી દાડમને લગભગ 20 ટકા જેવું નુકસાન ગુજરાતમાં થઈ રહ્યું હવાનો તેમનો અંદાજ છે.
ભેજનું વાતાવરણ વધે તેમ આ 3 રોગ વધે છે.
5 વર્ષ કાઢી
પદ્મશ્રી ગેનાજી દરગાજી પટેલ પાસે પાંચ હેક્ટર જમીન છે. પણ તેમનું ખેતર દાડમ માટે એક યુનિવર્સિટી જેવું છે. અહીં 1 લાખ 70થી 80 હજાર લોકો અને ખેડૂતો મુલાકાત લઈ ગયા છે. તેઓ કાયમ દાડમની ખેતી કરે છે. દાડમની ખેતી કરનાર કોઈ ખેડૂત ભારતનો ઉચ્ચ એવોર્ડ પદ્મશ્રી મેળવે તે જાણીને કોઈને આશ્ચર્ય થાય છે. તેમને ખેડૂતોને પ્રેરણા આપવા બદલ ભારત સરકારે એવોર્ડ આપ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાં 10 કરોડ દાડમના વૃક્ષો ઉગાડવાનો શ્રેય તેમને જાય છે. તેમણે ખેડૂતોને પ્રેરણા આપીને દાડમના બગીચા ઉગાડવામાં મદદ કરી છે. તેથી લોકો હવે તેમને દાડમ દાદા તરીકે ઓળખે છે. ગુજરાતમાં દાડમનું પુષ્કળ ઉત્પાદન શ્રેષ્ઠ ગુણવત્તા માટે થતા દાડમના ભાવ નીચે લાવવામાં દાડમ દાદાનો હિસ્સો મોટો છે. કોઈ એક ખેડૂત માટે આ સૌથી મોટી સિધ્ધી છે. કોઈ કૃષિ યુનિવર્સિટી કરે એવું કામ તેઓ કરી શક્યા છે. તેમને 2017માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.
તેમના પાંચ હેક્ટર જમીનમાં દાડમનો બગીચો કરે છે. સેન્દ્રિય જૈવિક ખાતર આપવાથી ડાદમનું ફળ લાલ, ચમકદાર, મોટા કદના ફળ અને ગુણવત્તા સભર ફળ થાય છે.
ગેનાજીના બંને પગમાં પોલિયો છે. તેમનું ગામ વેરાન પ્રદેશમાં આવેલું છે. જ્યાં પાણીની તકલીફ છે. તેમ છતાં તેમણે ટપક સિંચાઈથી અશક્ય લાગતું કામ કરી બતાવ્યું છે. તેમણે મહારાષ્ટ્રના દાડમના છોડ-રોપા ખરીદ્યા અને વાવ્યાં હતાં. આ ગામની આસપાસના ખેતરોમાં હવે દાડમ ઉગાડે છે. જ્યાં ગયા ચોમાસામાં પૂર આવ્યું હતું અને દાડમની ખેતીને ખેદાનમેદાન કરી દીધી હતી. ડીસેમ્બરમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, પંજાબ અને મહારાષ્ટ્રથી દાડમ ખરીદવા માટે ખેડૂતો આવે છે. તેમને અનેક પુરસ્કાર મળ્યા છે. 2013 માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે પ્રવચન આપ્યું હતું.
2010માં દાડમની કિંમત એક કિલોએ રૂ.161 મળતી હતી. જેમાં સતત ઉત્પાદન વધતાં આજે રૂ.66નો સરેરાશ ભવ મળે છે. હેક્ટરે ઉત્પાદન 9 ટનથી શરૂ કર્યું હતું આજે 26 ટન ઉત્પાદન તેઓ લે છે. બીજા ખેડૂતો પણ આટલું જ ઉત્પાદન લેતા થયા છે. ભાવો નીચા જવા છતાં આવક વધી છે. હેક્ટરે આવકત રૂ.14.49 લાખ થતી હતી જે વધીને રૂ.17.16 લાખ થઈ છે. અને સરેરાશ નફો રૂ.15.16 લાખ થવા લાગ્યો છે.
ગેનાભાઈ પટેલે 12 સુધી અભ્યાસ કર્યો છે. તેમણે 2004માં મહારાષ્ટ્ર જઈને દાડમની ખેતીની વિગતો અને 6 હજાર રોપા મેળવ્યા હતા. આજે 20 વર્ષમાં સ્થિતિ બદલાઈ ગઈ છે.
ખેતી કઈ રીતે કરે છે
તેમના ખેતરમાં સેન્દ્રીય ખાતર વાપરે છે. વર્મી કંપોસ્ટ દર મહિને આપે છે. પંચામૃત એટલે કે ગૌ મૂત્ર, ગાયનું છાણ, ગોળ, કઠોળનો લોટ નાખીને બનાવવામાં આવે છે. આ ખાતર નાખવાથી દાડમનું વૃક્ષ સારું થાય છે. ફૂલ વ્યાપક આવે છે. ફળ લાલ ચમકીલા મોટા કદના બને છે. દાડમના દાણા અને દાડમની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. ખેતરમાં લાંબી ચમક વાળી પટ્ટી લગાવી છે તેથી પક્ષીઓ દાડમને ખાવા આવતા નથી. વાંસના ટેકા વૃક્ષને ઉભા રાખવા પડે એટલા મોટા પ્રમાણમાં લચી પડતાં દાડમ થાય છે. દાડમને પક્ષી અને ઝાકળથી બચાવવા માટે કપડું કે પ્લાસ્ટિકની થેલી વિંટવી પડે છે. રણકાંઠો હોવાથી ઝાકળ વધું આવે છે. જે દાડમને કાળા કરે છે અને ઉત્પાદન ઓછું કરે છે.
દાડમની ખેતીમાં વર્ષે રૂ.15 લાખનો માલ પેદા કરે છે. જેમાં ખર્ચ બાદ કરતાં 2 લાખ નફો મળે છે.
ખેડૂતોનું જીવન અને ખેતી બદલી નાખી
પાકિસ્તાનની સરહદે ગોળિયા ગામનાં ખેડૂત ગેનાભાઇ પટેલને બંને પગે પોલિયો થયો હતો. 15 વર્ષમાં ગાંધીજીની પ્રેરણાથી ખેતીની વ્યાખ્યા જ બદલી નાખી છે. 1 લાખ જેટલા ખેડૂતની જીવનરેખા બદલી નાખી. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ પણ બદલી નાખી છે. 2010માં દાડમના એક કિલોનો ભાવ સરેરાશ રૂ.161 હતો. દાડમ દાદાના કારણે ઉત્પાદન વધ્યું અને ભાવ એક કિલોના સરેરાશ રૂ.66 થઈ ગયા છે. 10 ટનનું હેકટરે ઉત્પાદન વધીને 20થી 26 ટન થયું છે. ખેડૂતો ભાવ નીચે લઈ ગયા છે છતાં તેમની આવક વધી છે. હેક્ટરે રૂ.14.49 લાખ હતી તે રૂ.17.16 લાખ આવક થઈ છે.
તેમના દાડમ કંપનીઓ ખરીદી લે છે. ગુજરાતમાંથી ફૂડ ઈન્ડસ્ટ્રીમાં હજું દાડમનો દબદબો આવ્યો નથી.
એક દાડમ 100 બીમારી માટે દવા સમાન છે.
લાખણી લાખેણી
ગેનાભાઇ દરઘાભાઇ પટેલે લાખણીના ખેડૂતોને દાડમની ખેતી કરવાની પ્રેરણા આપી અને આજે લાખણી પંથક ને દાડમ પંથક તરીકે ઓળખવામાં આવે છે. ગોળિયા ગામ દાડમના ગામ તરીકે રાજ્યભરમાં જાણીતું થયું છે. ગામ વેરાન પ્રદેશમાં આવેલું છે. પાણીની મોટી તકલીફ છે. આખા બનાસકાંઠા જિલ્લો રાજ્યભરમાં પ્રથમ સ્થાને છે. ગામમાં 1500 વીઘા જમીન અને 150 ખેડૂતો છે. તમામ દાડમ વાવે છે. હેક્ટરે 20થી 22 ટન દાડમ પેદા કરે છે. લાખણી તાલુકામાં 5 હજાર હેકટરમાં દાડમ ઉગાડવામાં આવે છે.
સમાજે કરી કદર
2020 સુધીમાં 40 એવોર્ડ મળ્યા હતા. હવે તે 50 ઉપર થઈ ગયા છે. ખેડૂત દાડમની ખેતી કરવામાં મદદ માંગે તો ગેનાભાઈ તરત જ પોતાની ગાડી લઈને મદદ કરવા પહોંચી જાય છે. 9 રાષ્ટ્રીય અને 2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ તેમને મળેલા છે. 19 જુલાઈ 2019ના રોજ યુનાઈટેડ કિંગડમ હાઉસ ઓફ કોમર્સ, બ્રિટીશ પાર્લામેન્ટ લંડન ખાતે આયોજિત એવોર્ડ માટે પદ્મશ્રી ગેનાજીની પસંદગી કરવામાં આવી હતી. ઈઝરાયલે પણ તેમને એવોર્ડ આપેલો છે.
આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી ખેતરમાં CCTV કેમેરા લગાવ્યા તેમજ દાડમના છોડની બે લાઈન વચ્ચે ગાડી નીકળે તેટલી જગ્યા રાખી ગાડી લઇ ખેતરમાં ચક્કર લગાવવા લાગ્યા.