Musical Farming: સંગીતમય ખેતી, ગુજરાતના ખેડૂતનો નવીનતમ પ્રયોગ
અમદાવાદ4-5-2025
Musical Farming સર જગદીશચંદ્ર બોઝે પોતાનું આખું જીવન વનસ્પતિઓને સમર્પિત કર્યું અને ઘણા સંશોધનો કર્યા. ભારતીય વનસ્પતિ શરીર વિજ્ઞાનની અને ભૌતિકશાસ્ત્રી સર જગદીશચંદ્ર બોઝે, તેમણે છોડમાં જીવન શોધ્યું હતું, તેમણે 1902માં પ્રકાશિત થયેલા તેમના સંશોધન “રિસ્પોન્સિવ ઇન ધ લિવિંગ એન્ડ નોન-લિવિંગ” અને 1926માં પ્રકાશિત થયેલા “ધ નર્વસ મિકેનિઝમ ઓફ પ્લાન્ટ્સ” માં પણ વ્યક્ત કર્યું હતું કે છોડ સ્પર્શ, સંભાળ અને અવાજ પ્રત્યે સંવેદનશીલ હોય છે.
માણસને સંગીત સાંભળવું ગમે છે, તેમ વેલા, છોડ, ઝાડ અને ખડને પણ ગમે છે. સંગીત વગાડવાથી ખરેખર તેમને વિકાસ થાય છે કે નહીં તે ચર્ચાસ્પદ છે.
પશુઓનું દૂધ ઉત્પાદન વધારવા માટે સંગીત વગાડવું એ કોઈ નવી વાત નથી. આ આખી દુનિયામાં કરવામાં આવે છે. પરંતુ સંગીત પાક માટે સારું હોવાના પુરાવાના નામે થોડા જ સિદ્ધાંતો છે. ઘણાં ખેડૂતો છૂટક પ્રયોગો કરે છે.
આણંદમાં ખેડૂતે આવા પ્રયોગો કર્યા છે. જેને ખેતર પર કૃષિ વિજ્ઞાનીઓ વારંવાર મુલાકાત લે છે. તેઓ આ ખેડૂતના અનુભવ જાણે છે. તેને સમજે છે. પણ વિજ્ઞાન આધારે તેઓએ હજુ પ્રયોગો કર્યા નથી.
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સૂત્રો કહે છે, કે અમે પ્રયોગો નથી કર્યા પણ આણંદના ઉમરેઠ ભાલેજ ગામના ખેડૂત કેતનભાઇ પુનમભાઈ પટેલ 9998346632 ગ્રીન હાઉસની ખેતીમાં સંગીત વગાડે છે. 2012થી 2024 સુધી તેઓએ ગુજરાતી ભક્તિ સંગીત વગાડ્યું હતું. તેના સારા પરિણામો મળતાં હવે સંગીત અને સંગીતની ટેકનોલોજી સુધારી રહ્યા છે.
તેઓ કાકડી ઉગાડે છે.
બે ગ્રીન હાઉસમાં સરખા પ્રમાણમાં પાણી, ખાતર, સૂર્યપ્રકાશ વગેરે આપતા હતા. બન્નેમાં પહેલી નજરે ફેર્ક દેખાતો હતો. જે ગ્રીન હાઉસમાં કેતનભાઈ ગુજરાતી સંગીત સંભળાવતા હતા તે પાકનો માલ દેખાવમાં સારો રહેતો હતો. તેથી અમદાવદના મોલ, ભારતના અનેક પ્રાંતના વેપારીઓ તેનો માલ પહેલા પસંદ કરવા લાગ્યા હતા. જેમાં તેને થોડો વધારે ભાવ મળતો હતો.
કેતનભાઈ માને છે કે, ગ્રીન હાઉસમાં થતાં તમામ પાકને સંગીત અને હવનથી સારો ફાયદો થતો હોવાનો તેમનો અનુભવ છે. તેઓ રોજ સવારે અને સાંજે એક કલાક સંગીતની ધૂન વગાડે છે. જે મોટા ભાગે ભજનનું સંગીત હોય છે. સંગતની પસંદગી તેઓ જાતે કરે છે. તેમાં શબ્દો નહીં પણ વાદ્ય દ્વારા સંગીત સંભળાવે છે. એક જ સ્થળે તેમણે સ્પીકર રાખીને ભક્તિ સંગીત વહેતું કરે છે. તેમનું માનવું છે કે, માણસ જે રીતે સંગીત સાંભળીને આનંદ અનુભવે છે તે રીતે ખેતરના પાક પણ અનુભવ કરે છે.
કેતનભાઈ માને છે કે, ખેડૂત અને વિજ્ઞાનીએ અવલોકન કર્યું કે સંગીત વગાડવાથી માત્ર પાકવાની પ્રક્રિયામાં વધારો થતો નથી, પરંતુ જમીનમાં ફાયદા કારક ફૂગ અને સૂક્ષ્મજીવાણુઓ વિકાસને પ્રોત્સાહન આપીને જમીનના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.
ગુજરાતના કોઈ કૃષિ વિજ્ઞાનીએ ખેતીમાં સંગીતની અસર પર સંશોધન કર્યું નથી. તેથી તેનો ગુજરાતની ખેતીનો વૈજ્ઞાનિક આધાર નથી.
આણંદના વિજ્ઞાની કહે છે કે, વિશ્વમાં જે કંઈ થોડા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે તે પ્રમાણે છોડના કોષોનો પ્રોટોપ્લાઝમ આ સ્પંદનો મેળવે છે અને તેમની ઊર્જાનું અર્થઘટન કરે છે.
કેતનભાઈએ હાઈટેક ગ્રીન હાઉસ બનેલા છે. જેમાં શાકભાજી, કેપ્સીકમ, ભોલર મરચા ઉગાડીને દિલ્હી, ગંગાનગર, હરિયાણા, રાજસ્થાન સુધી પુરા પાડતા રહ્યા છે. મલ્ચીંગ અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. તાપમાન કંટ્રોલ માટે એક્ઝોસ્ટ ફેન નંખાવ્યાં છે. થર્મોમીટર રાખીને તાપમાન માપે છે.
ભોલર મરચા એક એકરે 40 ટન મેળવે છે.
નવો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. પ્રોજેક્ટનું સમારકામ શરૂ કર્યું છે. એક ગ્રીન હાઉસમાં પરોઢીયા અને સાંજના ભજન વગાડતાં હતા.
ઉત્પાદનમાં સારા પરિણામ કેતનભાઈને મળેલા છે. 12 વર્ષ સુધી એક જ સ્પીકરથી સંગીત આપતા હતા. હવે તેઓ ગ્રીન હાઉસના તમામ ખૂણે એક સરખું સંગીત પીરસાય તેવી સિસ્ટમ લાવી રહ્યા છે.
કેતનભાઈ કહે છે કે, છોડને ઊર્જા જોઈએ. સંગીતથી છોડને એનર્જી મળે છે.
કેતનભાઈને આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં બીજના સંશોધન કાઉન્સીલર સભ્ય તરીકે લેવામાં આવ્યા છે. જ્યાં તેઓ કૃષિ પાક અને બીજ પર સંગીતની કેવી અસર થઈ શકે તે ખેડૂતોને શિખવે છે.
આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય ડો. કથિયારીયા આ પ્રોજેક્ટમાં સર લઈ રહ્યાં છે.
સંગીત સવારે 6 વાગ્યા ચાલુ કરતા હતા. કેતનભાઈ પાસે બે ગ્રીન હાઉસમાંથી એકમાં સંગીત અને બીજામાં સંગીતનો ઉપયોગ કરતા ન હતા. 40 ગુંઠામાં ગ્રીન હાઉસમાં સંગીત ધરાવતા યુનિટ છે.
જેમાં સવારે અને સાંજે સંગીત વાગતું હતું તેમાં દેખાવમાં સારો રહેતો, સુંદર ગુણવત્તા, પહેલી નજરે જોઈને ગમી જાય એવી કાકડી પાકતી રહી છે. વધારે યુનિટનું ઉત્પાદન રહેતું હતું.
35થી 36 ટન ખીરા કાકડી પાકતી હતી. 200 કિલો વધારે ઉત્પાદન ખીરા કાકડીનું મળતું હતું. પણ તેની ચમસ, દેખાવ, સુંદરતા સારી રહેતી તેથી વેપારીઓને પહેલી નજરે જ ગમી જતી અને રિલાયંસના અહીંના એજન્ટ તેને તુરંત ખરીદીને અમદાવાદના મોલમાં મોકલી આપતા હતા. જેથી થોડો વધારે ભાવ મળી જતો રહ્યો છે.
કેતનભાઈના ખેતમાં આણંક કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાની ડો. યોગેશ લકુમ મહિને 5 વખત આવે છે. ડો. વિમલ અવસ્ય પટેલ વારંવાર મુલાકાતે આવે છે. તેઓ બંને સંગીત અને ધૂપના પ્રયોગો સમજતા રહ્યા છે. આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય વીસી ડો. કથિયારીયા ખેતર પર ઘણી વખત આવે છે.
ઘણી વિજ્ઞાનીઓ માને છે કે, સંગીત અને ધૂપથી જીવાત નિયંત્રણ થાય છે. જંતુનાશક જે છાંટતા હતા. તેને ઓછી થઈ જશે. સવાર સાંજ સંગીત અને ધુપ થતાં હતા. હવે 40 સ્પીકર રાખીને ધીમું સંગીત આપવામાં છે. ભક્તિ સંગીતના બદલે હવે વાંસળી કે વાદ્યસંગીત તેઓ વગાડવાના છે.
આણંદના વિજ્ઞાનીઓ માને છે કે, ધૂપ અને સંગીતથી સાંજના સમયે જીવાત વધારે હોય છે, તે ઓછી આવે છે.
કેતનભાઈનો અનુભવ છે વૈજ્ઞાનિક આધાર તેમની પાસે સારા દેખાતા માલના અને થોડા ઉત્પાદન વધારાના કોઈ ઠોસ પુરાવા.
છોડ સંગીતનો વૈજ્ઞાનિક આધાર
આણંકના કૃષિ વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, 1962માં ભારતની અન્નામલાઈ યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર વિભાગના વડા દ્વારા છોડના વિકાસના સમય અને દર પર સંગીતમય અવાજોનો પ્રયોગ કર્યો હતો. પ્રયોગોના પરિણામો દર્શાવે છે કે સંગીત છોડના વિકાસ અને વિકાસ પર અસર કરે છે. છોડની આસપાસ સંગીત વગાડવામાં આવતું હતું, ત્યારે તેઓ તેમના સરેરાશ દર કરતાં ઊંચાઈમાં 20% ઝડપથી અને બાયોમાસમાં 72% ઝડપથી વધતા હતા.
ડૉ. ટી.સી. મુખ્ય વૈજ્ઞાનિક સિંહે પ્રયોગો કર્યા. અનેક જાતના છોડ પસંદ કર્યા અને વિવિધ તીવ્રતા પર સંગીત વગાડ્યું. તેઓએ તારણ કાઢ્યું કે સંગીતનો અવાજ વધારવાથી છોડનો વિકાસ વધુ ઝડપી બને છે. આ વખતે છોડ સામાન્ય કરતાં લગભગ 60 થી 65% વધુ ઝડપથી વધ્યા. વધુમાં એ નોંધવામાં આવ્યું હતું કે મેરીગોલ્ડ્સ ફુલ બે અઠવાડિયા પહેલા ખીલ્યા હતા.
બીજ પર સંગીતની અસર શોધવા માટે, ડૉ. ટી.સી. કેનેડિયને ઘઉંના બીજ પરના પ્રયોગો કર્યા હતા.
ઘઉંના બીજની આસપાસ વાયોલિન સોનાટા વગાડવામાં આવ્યું, જેનાથી કુલ ઉપજમાં લગભગ 66%નો વધારો થયો હતો.
બેઇજિંગમાં ચાઇના એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના રેડા હસનિયનએ મરી, ટામેટાં, કાકડી, પાલક, કપાસ, ચોખા અને ઘઉં પર ધ્વનિ તરંગોની અસરો પર સંશોધન કર્યું છે. ઉપજ સરેરાશ કરતા વધુ વધી હતી. ઉપરાંત સંગીત વગાડવાથી એફિડ, સ્પાઈડર માઈટ વગેરે જેવા જીવાતોને ઘટાડવામાં પણ મદદ મળી હતી.
2018માં ડૉ. પંજાબરાવ દેશમુખ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ (VC) વિલાસ ભાલેએ કહ્યું હતું કે ભજન દ્વારા પાક ઉત્પાદન વધારી શકાય છે. શાસ્ત્રીય સંગીત પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
કેટલાક સંશોધન દાવો કરે છે કે સંગીત છોડના વિકાસને અસર કરે છે.
સંગીતની છોડ પર થતી અસર અંગે વર્ષોથી સંશોધન ચાલી રહ્યું છે.
ડૉ. ટી.સી. અન્નામલાઈ યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર વિભાગના વડા સિંઘે 1962 માં છોડના વિકાસ પર સંગીતની અસર પર સંશોધન કર્યું હતું. છોડ ઊંચાઈમાં 20 ટકાનો વધારો થયો હતો. છોડના બાયોમાસમાં 72 ટકાનો વધારો થયો હતો. રાગ સંગીતનો પ્રયોગ કર્યો. ભરતનાટ્યમથી પેટુનિયા અને મેરીગોલ્ડ જેવા ફૂલો સમય કરતાં લગભગ બે અઠવાડિયા પહેલા ખીલ્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં બે અલગ અલગ દ્રાક્ષના ખેતરોમાં સંગીત વગાડીને એક પ્રયોગ કર્યો, જેમાંથી એકમાં સંગીત વગાડવામાં આવ્યું હતું અને બીજામાં સંગીત વગાડવામાં આવ્યું ન હતું, જેથી બંનેની ઉપજમાં તફાવત જોઈ શકાય. દ્રાક્ષની ઉપજમાં સુધારો થયો.
(ઘણા સંશોધકો કે વૈજ્ઞાનિકો છોડના વિકાસ પર સંગીતની અસર અંગે સહમત નથી. ખેડૂતોને માત્ર માહિતી છે, ખેડૂતનો અનુભવ છે. તેથી કૃષિ વિજ્ઞાનીની સલાહ લઈને અમલ કરવો).
ધૂપ
ખેડૂત કેતનભાઈ કહે છે કે, મારા ખેતર અને ગ્રીન હાઉસમાં ગાયત્રી હવન કરે છે. જેનાથી હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે. હવનની રાખનો ઉપયોગ ખેતરમાં છાંટવામાં કરે છે. હવનની રાખ છાંટવાથી ખેતરમાં નકામા જીવ આવતા નથી. જમીનની ફળદ્રુપતા વધે છે. પાક ઉપર પંપથી પણ તે છાંટી શકાય છે. ગ્રીન હાઉસમાં તેઓ ગુગળનો ધૂપ પણ કરે છે. ધૂપ કરવાથી પાક ઉપર હકારાત્મક અસર થાય છે અને ઉત્પાદન વધે એવો તેમનો અનુભવ છે. તેમને ઈચ્છા થાય ત્યારે ગ્રીન હાઉસમાં કથા પણ કરાવડાવે છે. ઉપરાંત અગરબત્તી પણ સમયાંતરે કરતા રહે છે.