અમદાવાદમાં આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ફદલી એરિયામાં બુટલેગરો બિન્દાસ વિદેશી દારૂનો વેપાર કરી રહ્યા છે પણ કૃષ્ણનગર પોલીસ જાણે અજાણ બની રહી હોય તેવું જણાઈ રહ્યું છે.પોલીસની રહેમ રાહે ધંધો ચાલી રહ્યો હોવાની વાતો વચ્ચે
નવા સીપીએ ચાર્જ લીધા પછી આખા અમદાવાદમાં રેડ ચાલી રહી છે શું લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અત્યાર સુધી ઊંઘતા હતા તે સવાલ ઉઠ્યા છે.
આમ જોવા જઈએ તો સુધીર ગઢવી જે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો ચલાવી રહ્યો છે અને જે રીતે ચર્ચાઓ છે તે મુજબ કહેવાય છે કે સુધીર ગઢવી કથિત રીતે પોલીસનો માણસ હોય અને પોલીસને તે બીજા બુટલેગરની માહિતી આપતો હોય કૃષ્ણનગર ડિવિઝન સુધીર ગઢવીને વિદેશી દારૂનો વેપાર કરવા દે છે? જોકે,આ વાત તપાસનો વિષય છે.
દરમિયાન તારીખ 5/7/2023 ના રોજ અંદાજિત સમયે સાંજે પાંચ થી છ વાગ્યાની વચ્ચે સુધીર ગઢવીના ત્યાં PCBની રેડ પડી હતી એમાં સુત્રો દ્વારા મળતી માહિતીમાં જાણવા મળ્યું છે કે અંદાજિત 4 પેટી પકડાઈ હોવાની વાત ચર્ચાતી હતી.