યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર જુનિયર ક્લાર્ક ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે.મોબાઈલ એપ્લિકેશનથી ભરતી પ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગા ને સિનિયર જુનિયર ક્લાર્ક તરીકે પસંદ કરાયા છે.આરટીઆઇ માં માંગવામાં આવેલી માહિતી પણ ખોટી આપવામાં આવી હતી.યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં કાર્યરત ઉમેદવારે કરેલી આર્ટિઆઈમાં માહિતી મેળવવામાં આવતા સમગ્ર ઘટસ્ફોટ થયો હતો.
યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ પદે પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય ભાવના દવે કાર્યરત છે. તેમને બોર્ડમાં સિનિયર અને જુનિયર ક્લાર્કની જગ્યા શિક્ષણમંત્રી પાસે મંજુર કરાવી 9 મહિના પહેલા મોબાઈલ એપ્લિકેશનથી ભરતી કરી હતી.પોતાના સગા ભત્રીજાની કંપનીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર આ પરીક્ષાનો કોન્ટ્રાકટ આપ્યો હતો.આ પરીક્ષા SCHOOLINDESIGH PVT.LTD. દ્વારા લેવામાં આવી હતી.આરટીઆઇ માં કંપનીને કેટલો ખર્ચ ચૂકવ્યો એની માહિતી ન આપી.પરીક્ષામાં કુલ 2200 અરજી આવી હતી,એ પૈકી 1600 ઉમેદવારે પરીક્ષા આપી હતી.130 ઉમેદવાર પાસ થયા છતાં 50 ને ઇન્ટરવ્યૂમાં બોલાવાયા હતા.
ભરતીને 9 મહિનાનો સમય વીત્યો છતાં વેબસાઈટ પર આજદિન સુધી પરિણામ પણ મુકવામાં આવ્યું નથી.
આરટીઆઇ દ્વારા મંગાવવામાં આવેલી માહિતીમાં એ વાત સાચી સાબિત થાય છે કે સિનિયર ક્લાર્ક તરીકે પસંદગી પામેલા મિલન પંડ્યા ભાવના દવે ના કૌટુંબિક સગા થાય છે.