અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચાલી રહી છે અને તેમાંય એરપોર્ટે પોલીસ સ્ટેશનના પીઆઈ રશ્મિન દેસાઈના રાજમાં બુટલેગરો અહીં બેફામ બન્યા છે સત્યડે દ્વારા અગાઉ પણ બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે હજુપણ દારૂના ધંધા ચાલુ છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં મોટાપાયે દારૂનો ધંધો કરનાર રાજૂગેંડી પકડાતા તેના માણસોએ વિદેશી દારૂના ધંધોમાં બ્રેક લીધી છે અને ઇનલીગલ પરમિશન હાલ પૂરતી બંધ હોવાની વાત છે પણ અન્ય બુટલેગરો વિદેશી અને દેશીદારૂનો ખુલ્લેઆમ ધંધો કરી રહયા છે.
એમાંય ચોમાસાની ઠંડી ઋતુમાં દારૂની માંગ વધતા ધંધો જામ્યો હોવાની પણ વાત છે.
ગોપનીય સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ખાનગીમાં ટકાવારી પરમિશન મળેલ વ્યક્તિ નું નામ જીતુ દરબાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તેવે સમયે એરપોર્ટ પોલીસ સ્ટેશનના
પીઆઇ રશ્મિન દેસાઈ અને વહીવટદાર દિલીપસિંહ વાઘેલા સામે અનેક સવાલો ઉઠી રહયા છે,
એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દારૂના ધંધા ભારે વિવાદમાં આવ્યા છે બીજું કે ડીસીપી ઝોન 4 કાનન દેસાઈ છે તો તેઓ આ બાબતે અજાણ છે કે કેમ? તો તેઓ માટે આ વિસ્તાર તપાસનો વિષય છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દેશી વિદેશી દારૂની હાટડીઓ કોના ઈશારે અને કોના આર્શીવાદથી ચાલે છે? તે પણ તપાસનો વિષય છે.
ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે અને તે તેમની ફરજમાં આવે છે ત્યારે આ વિસ્તારમાં વેચાઈ રહેલો દારૂ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવે છે આવા સમયે ઉપરી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.