મોંઘવારી અને બેરોજગારી મામલે આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરતા આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી પડતા પોલીસે બંધ કરાવી રહેલા નેતાઓની અટકાયત કરી હતી.
કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પણ પોલીસે અટકાયત કરી હતી.
અમદાવાદમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
વેજલપુર વિસ્તારમાં કોંગ્રેસના નેતા રાજેન્દ્ર પટેલ, મહિલા પ્રમુખ SC/ST સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠળિયા સહિતના કાર્યકરો દ્વારા બજારો બંધ કરાવવામાં આવી હતી અને દુકાનદારોનું ફૂલનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.બીજી તરફ જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના કાર્યાલય બહાર અગાઉથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેઓ
વિરોધ કરવા બહાર આવતા ડીટેન કરવામાં આવ્યા હતા.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નવરંગપુરાના સી.જી. રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.