અમદાવાદમાં હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને દંડ કરવા વધુ 20 ટોઈંગ વાન 2 વર્ષના ભાડે લઈ લીધી છે અને હવે 14 ટોઈંગ વાન ટુ-વ્હીલર અને 6 વાન કાર ટો કરશે.
ટ્રાફિક પોલીસ આ 20 વાન વાળાને રોજનું 83050 ભાડું ચૂકવશે.
જોકે, તેની સામે વાહનો ટો કરી રોજનો લગભગ રૂ. 2.82 લાખ વધુ દંડ વસૂલ કરી તેટલી આવક પણ થશે.
આ માત્ર 20 વાન વધતા આટલો ફરક પડશે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ પાસે અગાઉ 16 ટોઈંગ વાન હતી પણ ઓછી પડતા હવે બીજી 20 ટોઈંગ વાન ભાડે લેવામાં આવતાં કુલ 36 વાન થઈ ગઈ છે.
આમ, કુલ 36 વાન થઈ જતા રોજના સરેરાશ 1080 ટુ-વ્હીલર અને 384 કાર ટો કરી અંદાજે 4.62 લાખનો દંડ વસૂલ કરી શકશે.
હાલની 16 ટોઈંગ વાનમાંથી 2 વાન હેવી વ્હીકલ, 10 કાર અને 4 વાન ટુ-વ્હીલર ટો કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હાલ ટ્રાફિક પોલીસ રોજના 240 ટુ-વ્હીલર અને 40 કાર ટો કરે છે. વધારાની 20 વાનનો ઉમેરો થવા સાથે પ્રત્યેક વાન રોજના સરેરાશ 4 ફેરા મારશે.
આમ રોજ સરેરાશ 1080 ટુ-વ્હીલર અને 384 કાર ટો કરાશે. ટો કરાયેલા પ્રત્યેક ટુ-વ્હીલર માલિક પાસેથી રૂ.250 જ્યારે કારમાલિક પાસેથી રૂ.500નો દંડ વસૂલ કરવામાં આવશે.
આમ,અમદાવાદમાં જ્યાં ત્યાં પાર્કીંગ કરનારા વાહન ચાલકોને શોધી શોધી દંડ ફટકારવા ટ્રાફિક પોલીસ કામે લાગી ગઈ છે.
Friday, May 3