અમદાવાદમાં દારૂના અડ્ડાઓ અને વેચાણ કરતા વિક્રેતાઓ ઉપર બરાબરનો સકંજો કસવાનું ચાલુ છે ત્યારે વટવા વિસ્તારમાં દારૂ ઝડપાયો છે.
વટવામાં પીસીબી દ્વારા રેડ કરવામાં આવી છે જ્યાં ઓમ શાંતિ બંગલો માંથી જીગર શાહ નામના ઈસમ પાસેથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો છે
પોલીસે જીગર શાહને દારૂ સાથે પકડી લીધો છે,જેની પૂછતાછ દરમિયાન તેણે આ દારૂ મનીષ પટેલ નામના ઇસમ પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા પીસીબી હાલ વિદેશી દારૂના સપ્લાયર મનીષ પટેલની શોધખોળ કરી રહી છે
—કોણ છે આ મનિષ પટેલ?
મનીષ પટેલ ની ઉપર અગાઉ પણ વિદેશી દારૂ નો કેસ થયો હોવાનું સામે આવ્યુ છે.
બુટલેગર મનીષ પટેલ સસ્પેન્ડ આર્મી મેન હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
આમ,વટવા વિસ્તારમાં આજે વિદેશી દારૂનો ધંધો કરતા જીગર શાહની પોલીસે ધરપકડ કરી તેને દારૂ સપ્લાય કરનાર મનીષ પટેલની શોધખોળ શરૂ કરી છે.