–બુટલેગરો ગાંઠતા કેમ નથી? આખરે શુ છે કારણ? કોણ છે વહીવટદારો?
પ્રવિણસિંહ વહીવટદાર કે જેઓ પોતે હાલમાં પી સી બી માં ફરજ બજાવી રહ્યા છે,સંદીપ સિહ,વિક્રમસિંહ, પોતે પ્રવિણસિંહ નું સરદાર નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનું કલેક્શન કરી રહ્યા છે?
સરદાર નગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં કુબેરનગર ચોકીના પી.એસ.આઇ એસ.બી.ચૌધરીના વહીવટદાર અમરતભાઈ, ભરતભાઈ,ચેતન ભાઈ અને જયરાજ સિંહ છે? ત્યારે વહીવટદાર અને બુટલેગરોની માયાજાળ તપાસનો વિષય છે.
અમદાવાદના સરદારનગર પોલીસના રાજમાં આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલી રહયા છે
સરદાર નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં હજુ ગઈ 4 ઓગસ્ટના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડી અને દારૂ સહિત 14 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી ત્યારે પણ સરદાર નગર પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.
પરંતુ હજુપણ આ વિસ્તારમાં વિદેશી અને દેશી દારૂનું ધંધો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે અને સરદાર નગરની પોલીસને આ ધંધા દેખાતા નથી.
પરિણામે પોલીસ અને બુટલેગર ભાઈ ભાઈની જુગલબંધી અંગે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત.તારીખ 4/8/2023 ના રોજ એસ એમ સી દ્વારા જે રેડ કરવામાં આવી હતી હાલમાં એ જગ્યાએ ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂનો વેપાર ધમધમી રહ્યો છે શું લોકલ પોલીસને આ ખબર નથી ?અમદાવાદમાં સરદાર નગર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં સરદાર નગર ની પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગઈ હોય એવું લાગી રહ્યું છે.
આમ જોવા જઈએ તો સરદાર નગર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં પોલીસની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ વિદેશી અને દેશી શરાબનો વેપાર ચાલી રહ્યો છે.
અમદાવાદમાં છારાનગર વિસ્તાર એટલે દેશી-વિદેશી દારૂનું ખાતે મોટા માં મોટું હબ કહેવાય છે.
જ્યારે આખા અમદાવાદને ખબર હોય છે અને સરદાર નગર પોલીસ સ્ટેશનના પોલીસને જો ન ખબર હોય તે વાતમાં કોઈ દમ નથી, આમાં લોકલ ડિવિઝન સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
પ્રવિણસિંહ વહીવટદાર કે જેઓ પોતે હાલમાં પી સી બી માં ફરજ બજાવી રહ્યા છે,સંદીપ સિહ,વિક્રમસિંહ, પોતે પ્રવિણસિંહ નું સરદાર નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનું કલેક્શન કરી રહ્યા છે?
સરદાર નગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર કુબેરનગર ચોકી નાં પી.એસ.આઇ એસ.બી.ચૌધરીના વહીવટદાર અમરતભાઈ, ભરતભાઈ,ચેતન ભાઈ અને જયરાજ સિંહ છે? ત્યારે વહીવટદાર અને બુટલેગરોની માયાજાળ તપાસનો વિષય છે.
મહત્વનું છે કે મૉનિટરિંગસેલે સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહાજણીયા વાસ, નરોડા પાટિયા પાસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 34 લીટર દેશી દારૂ સહિત વિદેશી દારૂના 2882 ટીન અને બૉટલો જપ્ત કરી હતી, આમાં કુલ 6 લાખ 78 હજારનો મુદ્દામાલ SMCએ કબજો લીધો હતો. આ ઉપરાંત 14 ઈસમો સામે કાર્યવાહી થઈ હતી પણ લોકલ પોલીસે રેડ કેમ ન કરી?તે સવાલ છે અને હજુપણ ધંધા ચાલુ જ છે ત્યારે રેડ કરી પગલાં કેમ લેવાતા નથી?વગરે સવાલો વચ્ચે જનતા બધુજ સમજે છે.
પણ કાયદાનો અમલ કરવા પોલીસમાં નોકરી કરનારા વફાદારી પૂર્વક કરજ નિભાવે તે જરૂરી છે અને કાર્યવાહી કરવા જનતા જનાર્દનમાં માંગ ઉઠવા પામી છે.