અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાજુ ગેંડીનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારમાં દારૂના ધંધામાં તેને જબરી ફાવટ આવી ગઈ છે.
આ વિસ્તારમાં દારૂના ધંધામાં રાજુ ગેંડીનું મોટું નામ છે અને તેના પંટરો આ વિસ્તારમાં નેટવર્ક જમાવીને બેઠા છે.
એરપોર્ટે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલું પી.આઇ રશ્મિન દેસાઈનું નથી ચાલતું એટલું રાજુ ગેંડી નું ચાલતું હોવાની ચર્ચા જોવા મળી રહી છે.
આ વિસ્તારમાં દારૂબંધીનો અમલ કરવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે અને દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.
ઝોન 4ના ડી.સી.પી કાનન દેસાઈ આ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓ થી જો અજાણ હોયતો નીચે બુટલેગરોના નામ આપેલા છે તેઓ તપાસ કરેતો આ દારૂના ધંધાનો પર્દાફાશ થઈ શકે તેમ છે.
ઝોન 4 દ્વારા એકાદ જગ્યાએ રેડ પડી છે પણ આ દારૂના અડ્ડા પણ છે અને રાજુના મોટા ધંધા ચાલી રહયા છે તે તપાસનો વિષય છે.
એરપોર્ટ પોલીસના બુટલેગરો ઉપર ચાર હાથ છે અને પોલીસને દારૂબંધીનો અમલ કરવામાં જરા પણ રસ નહિ હોવાનું જણાય આવે છે.
—એરપોર્ટ પોલીસ હદ વિસ્તારમાં ચાલતા અડ્ડા અને બુટલેગરોની યાદી, પાડો રેડ
હરેશ ઉર્ફે જીર્કી સરદાર નગર બસ સ્ટેન્ડ ની પાછળ ,નીરજ ઉર્ફે મોચી માય ચોઇસ ફૂટવેર સરદાર નગર સર્કલ ,મુકેશ મોરંદની ઉર્ફે મૂકું મનીષ મેડિકલ ની પાછળ સરદાર નગર,ભાવેશ રૂપાણી કૉમ્યુનિટી હોલ ની પાછળ સરદાર નગર,લાલુ સુથાર તલાવડી સર્કલ ની પાછળ , દાણા મીનાબેન સાઈબાબા મંદિરની પાછળ, ગોપાલ ઉર્ફે ગોપલો સાઈબાબા મંદિરની પાછળ ,
પ્રદીપ ક્રિષ્નાની કૉમ્યુનિટી હોલ ની સામે , કનું ટી સી મનીષ મેડિકલ ની પાછળ, રાજુ ગાંધી મનીષ મેડિકલ ની, દિપુ દાઢી સરદાર નગર ,હિતુ ડી જે આંબાવાડી સર્કલ સરદાર નગર, કિશુકાના એરપોર્ટે દીવાલ આંબાવાડી ચાર રસ્તા સરદાર નગર, સંજુ આંબાવાડી ચાર રસ્તા ,સરદાર નગર,હિતેશ રાહુલ એરપોર્ટે દીવાલ ભિલવાશ, વિક્કી ભાગુ પાણીની ટાંકીની પાછળ ભીલવાશ
કમળ ઉર્ફે મામાં ભદ્રેશ્વર, બંટી સરદાર ભદ્રેશ્વર.
આમ,એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનેટરિંગ સેલ રેડ પાડે પણ એરપોર્ટ પોલીસ રેડ કેમ પાડતી નથી તે સવાલ છે અને દારૂના અડ્ડા કેમ બંધ થતાં નથી તે તપાસનો વિષય છે અને ક્યાં ક્યાં સેક્શન પહોંચે છે અને કોને કેટલા મળે છે ?તે પણ તપાસનો વિષય છે.