અમદાવાદ માં માસ્ક ના દંડ માટે રોજ પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઈ રહી છે અને ક્યારેક જનતા ઉપર પોલીસ હાથ ઉપાડે છે તો ક્યારેક પોલીસ ને માર પડી રહ્યો હોવાના કિસ્સા પ્રકાશ માં આવી રહ્યા છે અમદાવાદ ના પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસકર્મીએ કારમાં જતાં દંપતીને રોક્યા હતા. જેમાં કારમાં બેઠેલી મહિલા એવી દીપા
શેઠવાલાએ માસ્ક ન પહેરેલું હોવાથી દંડ ભરવાની વાત કરતા દંપતી ઉશ્કેરાઈ ગયું હતું અને પોલીસ સાથે બોલાચાલી કરી ટ્રાફિક પોલીસકર્મીને માર માર્યો હતો. જેમાં તેના ચશ્મા અને નેમ પ્લેટ પણ તૂટી ગઈ હતી. આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી ધવલ શેઠવાલા અને દીપા શેઠવાલાની ધરપકડ કરી હતી. N ડિવિઝન ટ્રાફિક પોલીસમાં અતુલભાઈ LRD તરીકે ફરજ બજાવે છે. સ્ટાફ સાથે તેઓ પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ઓનલાઇન મેમોની કામગીરી કરતા હતા દરમિયાનમાં એક કાર આવતા ટ્રાફિક પોલીસે કારને રોકી હતી. કારમાં બેઠેલી મહિલાએ માસ્ક ન પહેર્યું હોવાથી દંડ ભરવા કહ્યું હતું. કારચાલક યુવક નીચે ઉતરી માસ્ક કાઢી અને બૂમાબૂમ કરી હતી. તમે હજાર રૂપિયા લેવા જ ઉભા છો કહી પોલીસ સાથે બોલાચાલી કરી હતી. પતિ પત્નીએ અતુલભાઈને લાફા મારી દીધા હતા
ઝપાઝપી દરમ્યાન તેમની નેમપ્લેટ અને ચશ્મા પણ તૂટી ગયા હતા. પોલીસને જાણ કરતા આનંદનગર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને પતિ-પત્નીને પકડી આનંદનગર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જ્યાં પૂછપરછ કરતા તેમનું નામ ધવલ શેઠવાલા અને દીપા શેઠવાલા (બંને રહે. ઇન્દ્રપ્રસ્થ કદમ, પ્રહલાદનગર) હોવાનું જણાવ્યું હતું. બંને સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આમ માસ્ક અભિયાન ના નામે 1000 જેવી રકમ નો દંડ કરી રહેલા પોલીસ અભિયાન ને લઈ જનતા માં બૂમ પડી ગઈ છે અને લોકો અને પોલીસ વચ્ચે રોજ ના બબાલ થઈ રહી છે.
Sunday, May 5