રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) મહિલા પ્રમુખ તરીકે ભારતી ભાનુશાળી નિયુક્ત કરાયા
રાષ્ટ્રીય અઘ્યક્ષ માનનીય શ્રી શરદ પવારજી ની અનુમતિ થી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારી માનનીય શ્રી પ્રફુલ પટેલજી ની સૂચના અને ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી જયંત પટેલ (બોસકી) સાહેબ ના આદેશ થી ભારતીબેન ભાનુશાળી ને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) અમદાવાદ શહેરના નિકોલ વોર્ડ ના મહિલા પ્રમુખ નિયુક્તિ કરવામાં આવ્યા
રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ માં ભગીરથ પુરુષાર્થ અને સંગઠનાત્મક અભીગમથી સહુ સાથે મળીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) ને પ્રજાના સાચા પક્ષ તરીકે ઉપસાવી શકવા સમર્થ બનાવી તેમજ પ્રજા જીવન સાથે સંકળાઈ જઈ એન.સી.પી.ને વિજયપથ પર લઇજવા સક્ષમ બની તેમજ સફળતા મેળવી તેવી અપેક્ષા સાથે NCP ના સંગઠન મજબૂત બનાવવાની જવાબદારીઓ માં ભારતીબેન ભાનુશાળી ને જવલંત સફળતા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે હાજર NCP ના કાર્યકર્તાઓ અને કિશોરભાઈ,ડી. મુગળપરા નિકોલવોર્ડ (અમદાવાદ) રેશ્માબેન પટેલ પણ હાજર રહ્યા હતા.