ઠક્કરબાપાનગરબ્રિજ નીચે પાન મસાલાના વેપારીની દુકાનમાં 35000ની અને બીજા જ દિવસે નિકોલમાં જવેલર્સની દુકાનમાંથી પણ રિવોલ્વર બતાવી મારામારી કરી રૂ. 7 લાખના દાગીનાની લૂંટ કરનાર ગેંગની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. લૂંટ કરવામાં આવેલો મુદામાલ પણ પોલીસે કબજે કર્યો છે. આરોપીઓ લૂંટ કર્યા બાદ બાઈક અને સ્કૂટર પર ગયા હતા.
જેમાં સીસીટીવી ફૂટેજ પરથી અને લૂંટની મોડેસ ઓપરેન્ડી પરથી ઉત્તરપ્રદેશની ગેંગ હોવાને લઇ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તેના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે બે આરોપીની અમદાવાદમાંથી અને ત્રણ આરોપીની ઉત્તરપ્રદેશમાંથી એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.