અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોની આવતીકાલે બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં શક્તિસિંહ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર જિલ્લા પ્રમુખોની બેઠક મળનાર છે આ બેઠકમાં જે તે જિલ્લામાં સંગઠનની સ્થિતિ અને વધારે મજબૂતી સાથે કેવીરીતે કામ થઈ શકે એ અંગે ચર્ચા ઉપરાંત
સંગઠન સાથે સાથે આગામી સમયના કાર્યક્રમો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખો સાથે શક્તિસિંહ વન ટુ વન બેઠક પણ કરશે
નવા સંગઠનની રચના પૂર્વે સ્થિતિનો તાગ મેળવવા માટે આ બેઠક મહત્વની મનાઈ રહી છે.
આવતીકાલે બપોરે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મળનારી બેઠકમાં જિલ્લા પ્રમુખ સહિત અગ્રણીઓ હાજર રહેશે.
મહત્વનુ છે કે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખપદે નિમણૂક કરીને રાજ્યમાં પક્ષનું સુકાન તેમના હાથમાં સોંપ્યું છે
શક્તિસિંહ એક સારા સંગઠક અને સ્પષ્ટ વક્તા માનવામાં આવે છે તથા કૉંગ્રેસના બિહાર, દિલ્હીના પ્રભારી રહેવા ઉપરાંત રાજ્યસભાના સભ્ય અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા જેવી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.
ત્યારે હવે તેઓ ગુજરાતમાં કોંગ્રેસને કેટલું મજબૂત બનાવશે તેતો સમયજ કહેશે.