ગુજરાતમાં ફરી પોલીસ ગ્રેડ-પેનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગત અઠવાડિયે સસ્પેન્ડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા છેલ્લા 8 દિવસથી ધરણાં પર બેઠા છે.
પોલીસ ગ્રેડ પે માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડી અન્વયે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ નિલમબેનન મકવાણાએ સરકાર પરનો વિશ્વાસ અને ધૈર્ય ગુમાવ્યું
પોતાને કંઈ થાય તો પોતાના તમામ અંગોનું લોક હિતાર્થે ડોનેટ કરવાની અપીલ
શરીરના દરેક પાર્ટ ડોનેટ કરવા અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર પાસે માગ્યું ફોર્મ
નોધનીય છે કે હાર્દિક પટેલ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, ‘છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ ગ્રેડ-પેના મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને સરકારે આંદોલનને રોકવા અને બે મહિનામાં યોગ્ય નિરાકરણ લાવવા માટે એક કમિટીનું ગઠન કર્યું હતું પરંતુ આજ દિન સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આઠ દિવસથી ઉપવાસ કરતી પૂર્વ કોન્સ્ટેબલ નીલમ મકવાણાને મળવા આજે સિવિલ હોસ્પિટલ ગયો હતા, પરંતુ પોલીસ અધિકારીઓએ તેમને મળવા દીધા ન હતા. મેં અને જિગ્નેશ મેવાણીએ પોલીસકર્મીઓના આંદોલનને સમર્થન આપ્યું છે.’