નવા અમદાવાદ પોલીસ કમિશ્નરની નિયુક્તિ બાદ પીસીબી એક્શનમાં
આવી છે અને બાપુનગરમાં દેશી દારૂના અડ્ડા ઉપર દરોડો પડ્યો અને મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો આ
દેશીદારૂ નો અડ્ડો ચલાવતી મહિલા બુટલેગર લિસ્ટેડ હોવાની ચર્ચા છે.
સ્થાનિક પીઆઈ અને જવાબદાર કર્મીઓ સામે કડક પગલાં લેવાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આમ જોવા જઇએ તો ગાંધી ના ગુજરાત માં દારૂ બંધી હોવા છતાં અમદાવાદમાં પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી વિદેશી શરાબના અડ્ડાઓ ધમધમી રહયા છે અને અગાઉ મીડિયામાં અહેવાલો આવી ચુક્યા છે.
શું અમદાવાદના પોલીસ સ્ટેશનના પી આઇ કે એમના વહીવટ દાર એમના વિસ્તાર માં આ વિદેશી શરાબ નો ધંધો ખુલ્લેઆમ કરવાની રજા આપે છે ?
નવા આવેલા પોલીસ કમિશનરે ચાર્જ એક દિવસ પેહલા લીધો છે ત્યારે જે જે વિસ્તારમાં દારૂના ધંધા ચાલે છે તે વિસ્તારમાં તે બધા પોલીસ સ્ટેશન નાં પી આઇ કે એમના વહિવટ દાર સામે કાર્યવાહી કરશે?
જુદા જુદા વિસ્તારમાં બુટલેગર અને વહીવટદારને લઇને તપાસ કરવામાં આવેતો બુટલેગરો સાથેની સાંઠગાંઠ ખુલ્લી પડે તેમ છે.
રાજ્યમાં બેફામ દારૂના અડ્ડા ચાલે છે છતા કાર્યવાહી કેમ નથી થતી? શું રાજ્યમાં કાગળ પર જ દારૂબંધી છે? શું અમદાવાદની પોલીસને દારૂના અડ્ડાઓ વિશે માહિતી નથી? પોલીસને બુટલેગરો દ્વારા મળતી મલાઇમાં જ રસ છે? પોલીસ બુટલેગરો પર કડક કાર્યવાહી કેમ નથી કરતી? પોલીસ સ્ટેશન પાસે જ દારૂના અડ્ડા ધમધમે છે અને પોલીસ અજાણ છે?
અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં દારૂ વેચાય છે અને પોલીસ અજાણ છે? બેફામ દારૂ વેચતા બુટલેગરોને પોલીસનો કોઇ ડર જ નથી? વર્ષમાં એક ડ્રાઇવ કરી પોલીસ બુટલેગરો પર કાર્યવાહી કરવાનું નાટક જ કરે છે? બુટલેગરોના નામ સાથે માહિતી છે છતા કાર્યવાહી કેમ નહીં? પોલીસ પાસે માહિતી ના હોય તે વાતમાં દમ નથી પણ પૂરતી કાર્યવાહી થતી નથી.
પોલીસ નાનામોટા લોકોને દારૂ સાથે પકડી કાર્યવાહી કરવાનું નાટક કરે છે? દારૂ લઇને જતા લોકોને પકડી કાર્યવાહી કરી આંકડા વધારે છે પોલીસ? દારૂ ક્યાંથી લાવ્યા અને કોણ વેચે છે તેમાં પોલીસને રસ જ નથી?
આમ નવા આવેલા સીપી અમદાવાદમાં તમામ વિસ્તારમાં ખાનગી રાહે તપાસ કરાવી એક સાથે ડ્રાઇવ કરાવશેતો મોટી માત્રામાં દારૂ પકડાય તેવી શકયતા છે.